fbpx
રાષ્ટ્રીય

મણિપુરમાં ફરી ગોળીબાર, ૪ લોકોના મોત, ૫ જિલ્લામાં કર્ફ્‌યુ લાગ્યો

મણિપુરમાં નવા વર્ષનો પ્રથમ દિવસ પણ શાંતિપૂર્ણ રહ્યો ન હતો. ૧ જાન્યુઆરીએ ફાટી નીકળેલી હિંસા દરમિયાન ગોળીબારમાં ચાર લોકોના મોત થયા હતા. આ સિવાય અન્ય ઘણા લોકો ઘાયલ થયા છે. આ પછી, રાજ્યની ખીણમાં સ્થિત પાંચ જિલ્લામાં ફરી કર્ફ્‌યુ લાદવામાં આવ્યો છે. થોબલ જિલ્લાના સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, સ્વચાલિત હથિયારોથી સજ્જ કેટલાક યુવાનોનું એક જૂથ રિકવરી માટે આવ્યું હતું.

તે જ સમયે, મણિપુરના મુખ્યમંત્રી એન બિરેન સિંહે એક વીડિયો સંદેશમાં આ હુમલાની નિંદા કરી છે.. મણિપુરના મુખ્યમંત્રી એન બિરેન સિંહે લોકોને શાંતિ જાળવવાની અપીલ કરી છે. તેમણે કહ્યું કે હું નિર્દોષ લોકોના મૃત્યુથી ખૂબ જ દુઃખી છું. તેમણે કહ્યું કે અમે ગુનેગારોને પકડવા માટે પોલીસ ફોર્સ રવાના કરી છે. મુખ્યમંત્રીએ કહ્યું કે હું હાથ જાેડીને લોકોને અપીલ કરું છું કે તેઓ ગુનેગારોની ધરપકડ કરવામાં સરકારને મદદ કરે. તેમણે વધુમાં કહ્યું કે હું વચન આપું છું કે સરકાર ન્યાય આપવા માટે તમામ કાયદાકીય શક્તિઓનો ઉપયોગ કરશે.. આ ઉપરાંત મુખ્યમંત્રીએ શાસક પક્ષના તમામ ધારાસભ્યો અને મંત્રીઓની તાકીદની બેઠક બોલાવી છે. હિંસાના તાજેતરના રાઉન્ડ બાદ, થોબલ, પૂર્વ ઇમ્ફાલ, પશ્ચિમ ઇમ્ફાલ, કાકચિંગ અને બિષ્ણુપુર જિલ્લામાં ફરી કર્ફ્‌યુ લાગુ કરવામાં આવ્યો છે.

અધિકારીઓએ જણાવ્યું કે ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હુમલા બાદ રોષે ભરાયેલા સ્થાનિકોએ ત્રણ વાહનોને આગ ચાંપી દીધી હતી.. આ પહેલા દિવસે મણિપુરના મુખ્યમંત્રી એન. બિરેન સિંહે રાજ્યમાં સુરક્ષા દળો પરના હુમલા અંગે ચિંતા વ્યક્ત કરી હતી અને કહ્યું હતું કે એક પ્રતિનિધિમંડળ ટૂંક સમયમાં કેન્દ્રીય નેતાઓને મળવા અને તેમને પરિસ્થિતિથી વાકેફ કરવા નવી દિલ્હી જશે. સિંઘનું નિવેદન શનિવારે તેંગનોપલ જિલ્લાના સરહદી શહેર મોરેહમાં થયેલા હુમલામાં રાજ્યના પાંચ પોલીસ કમાન્ડો ઘાયલ થયા બાદ આવ્યું છે. ઘાયલ કમાન્ડોને એરલિફ્ટ કરીને ઈમ્ફાલ લઈ જવામાં આવ્યો અને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો.

Follow Me:

Related Posts