fbpx
રાષ્ટ્રીય

મણિપુરમાં સુરક્ષા દળોએ ૪૦ આતંકીઓને મોતને ઘાટ ઉતાર્યા

મણિપુર પોલીસના કમાન્ડો અને ઉપદ્રવીયો વચ્ચે રાજ્યના ઘણા વિસ્તારોમાં ફાયરિંગ થઈ રહ્યું છે. છેલ્લા ૮ કલાકથી બંને તરફથી ભીષણ ગોળીબાર થઈ રહ્યો છે. આ દરમિયાન મુખ્યમંત્રી એન બિરેન સિંહે કહ્યું કે તેમને માહિતી મળી છે કે અત્યાર સુધીમાં “૪૦ આતંકવાદીઓ” માર્યા ગયા છે. આ આતંકવાદીઓ સામાન્ય નાગરિકો સામે એમ-૧૬ અને એકે-૪૭ એસોલ્ટ રાઈફલ્સ અને સ્નાઈપર ગનનો ઉપયોગ કરી રહ્યા છે. તેઓ ઘણા ગામડાઓમાં ઘર સળગાવવા આવ્યા હતા. અમે સેના અને અન્ય સુરક્ષા દળોની મદદથી તેમની સામે ખૂબ જ મજબૂત કાર્યવાહી શરૂ કરી છે. સીએમ બિરેન સિંહે દાવો કર્યો છે કે આતંકવાદીઓ નિઃશસ્ત્ર નાગરિકો પર ગોળીબાર કરી રહ્યા છે. આ લડાઈ મણિપુરને તોડવાનો પ્રયાસ કરી રહેલા સશસ્ત્ર આતંકવાદીઓ અને કેન્દ્રની મદદથી ચાલતા રાજ્ય સરકાર વચ્ચે છે.
બળવાખોરોએ ૫ વિસ્તારોમાં હુમલો કર્યો
મીડિયા રિપોર્ટ્‌સ અનુસાર વિદ્રોહીઓએ ગઈકાલે રાત્રે બે વાગ્યે ઈમ્ફાલ ઘાટી અને તેની આસપાસના વિસ્તારોમાં એક સાથે હુમલો કર્યો હતો. આમાં સેકમાઈ, સુગનુ, કુમ્બી, ફાયેંગ અને સેરાઉ પ્રદેશોનો સમાવેશ થાય છે. અન્ય ઘણા વિસ્તારોમાં ફાયરિંગ અને રસ્તાઓ પર લાવારસ લાશો પડી હોવાની માહિતી સામે આવી રહી છે.
કહેવામાં આવી રહ્યું છે કે સેકમાઈમાં એન્કાઉન્ટર થઈ ગયું છે. એક અહેવાલ મુજબ ઈમ્ફાલમાં પ્રાદેશિક તબીબી વિજ્ઞાન સંસ્થાન (ઇૈંસ્જી)ના ડોક્ટરોનું કહેવું છે કે ફાયેંગમાં થયેલા એન્કાઉન્ટરમાં ૧૦ લોકો ઘાયલ હાલતમાં હોસ્પિટલ પહોંચ્યા છે. તે જ સમયે, બિશનપુરના ચંદનપોકપીમાં ૨૭ વર્ષીય ખેડૂત ખુમન્થેમ કેનેડીનું અનેક ગોળીઓ વાગવાથી મૃત્યુ થયું છે. તેમના મૃતદેહને રિમ્સમાં લઈ જવામાં આવ્યો છે અને ઘણા લોકોના મૃત્યુની આશંકા છે. કેનેડીના પરિવારમાં તેમની પત્ની અને એક નાનો પુત્ર છે.
અમિત શાહ આવતીકાલે મણિપુર જશે
ગૃહમંત્રી અમિતશાહ આવતીકાલે મણિપુરની મુલાકાતે જવાના છે. તેમણે મેઇતેઈ અને કુકી બંને સમુદાયોને શાંતિ જાળવવા અને સામાન્ય સ્થિતિ લાવવા માટે કામ કરવાની અપીલ કરી. આર્મી ચીફ જનરલ મનોજ પાંડે પણ ગઈકાલે રાજ્યની બે દિવસીય મુલાકાતે સુરક્ષા સ્થિતિની સમીક્ષા કરવા ગયા હતા. ઈમ્ફાલ ખીણમાં અને તેની આસપાસ રહેતા મેઈતેઈ લોકો અને પહાડીઓમાં રહેતા કુકી જનજાતિ વચ્ચે વંશીય હિંસા ચાલુ છે. મેઇતેઇ લોકોને અનુસૂચિત જનજાતિ (જી્‌) શ્રેણીમાં સામેલ કરવાની માંગ છે. આ અંગે કુકી સમાજ સાથે હિંસક અથડામણ પણ થઈ છે. અત્યાર સુધીમાં ૭૦થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે. અથડામણ ૩ મેના રોજ શરૂ થઈ હતી.

Follow Me:

Related Posts