fbpx
રાષ્ટ્રીય

મણિપુર-આસામ બોર્ડર પર ત્રણ મૃતદેહ તરતા જાેવા મળ્યા

મણિપુરના ઈમ્ફાલમાં તણાવ વધ્યો, જીરીબામમાંથી ૩ મૃતદેહ મળ્યા, પોલીસને આશંકા છે કે,” ગુમ થયેલા છ લોકોમાંના છે” બોરોબકરાથી ૧૬ કિમી દૂર એક મહિલા અને બે બાળકોના મૃતદેહ મળી આવ્યા, મૃતદેહોને રિકવર કર્યા બાદ તેમને
મણિપુર-આસામ બોર્ડર પર વહેતી જીરી નદી અને બરાક નદીના સંગમ પર ત્રણ મૃતદેહ તરતા જાેવા મળ્યા હતા. અધિકારીઓએ જણાવ્યું કે મૃતદેહોને રિકવર કર્યા બાદ તેમને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યા છે. પોલીસને આશંકા છે કે આ ત્રણ મૃતદેહો મળી આવ્યા છે જે જીરીબામ જિલ્લામાંથી ગુમ થયેલા છ લોકોમાંના છે. સોમવારે આ વિસ્તારમાં હિંસાને પગલે જીરોબામના બોરોબકરામાંથી ત્રણ મહિલાઓ અને ત્રણ બાળકો સહિત એક જ પરિવારના છ લોકો ગુમ થઈ ગયા હતા. તમામ ૬ લોકો સ્ીૈંીૈ સમુદાયના હતા.

જિરીબામ જિલ્લાના અધિકારીઓએ સમાચાર એજન્સી પીટીઆઈને જણાવ્યું હતું કે શુક્રવારે રાત્રે જીરીબામ જિલ્લાના બોરોબકરાથી લગભગ ૧૬ કિમી દૂર એક મહિલા અને બે બાળકોના મૃતદેહ મળી આવ્યા હતા. સોમવારે જીરીબામમાંથી છ લોકો ગુમ થયા હતા. જાે કે તેમણે કહ્યું કે હજુ સુધી મૃતદેહોની ઓળખ થઈ શકી નથી, પરંતુ શંકા છે કે આ ત્રણ મૃતદેહો ગુમ થયેલા છ લોકોના છે. આ અજાણ્યા મૃતદેહોને શુક્રવારે રાત્રે આસામની સિલચર મેડિકલ કોલેજ હોસ્પિટલ (જીસ્ઝ્રૐ)માં લાવવામાં આવ્યા હતા અને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલના શબઘરમાં રાખવામાં આવ્યા હતા.

એક અધિકારીએ કહ્યું કે હજુ સુધી એ વાતની પુષ્ટિ થઈ નથી કે આ લાશો ગુમ થયેલા લોકોના છે. પોલીસ હજુ પણ પોસ્ટમોર્ટમની રાહ જાેઈ રહી છે અને ઓળખ માટે ફોટોગ્રાફ્સ પણ એકત્રિત કરવામાં આવ્યા છે. ઈન્ફ્રાસ્ટ્રક્ચરના અભાવે જીરીબામ, ઈમ્ફાલમાં મળેલા મૃતદેહોનું પોસ્ટમોર્ટમ આસામની સિલચર મેડિકલ કોલેજ હોસ્પિટલમાં કરવામાં આવે છે. મણિપુરના મુખ્ય પ્રધાન એન બિરેન સિંહે શુક્રવારે રાત્રે વરિષ્ઠ પ્રધાનો સાથે મૃતદેહો મળી આવ્યાના સમાચાર મળ્યા પછી પરિસ્થિતિ અંગે ચર્ચા કરી, અધિકારીઓએ પીટીઆઈને જણાવ્યું. દરમિયાન, ઇમ્ફાલ ખીણમાં ત્રણ મૃતદેહોના પુનઃપ્રાપ્તિના સમાચાર ફેલાતા, તમામ પાંચ જિલ્લાઓમાં તણાવ વધ્યો અને રાજ્ય સત્તાવાળાઓએ શનિવારે શાળાઓ અને કોલેજાેમાં રજા જાહેર કરી.

Follow Me:

Related Posts