મણિપુર હિંસાને લઈ વિપક્ષના કેન્દ્ર પર પ્રહાર, વડાપ્રધાન મોદી પાસે હસ્તક્ષેપની કરી માંગ
મણિપુરમાં હિંસાની આગ હજુ શાંત પડી રહી નથી. છેલ્લા દોઢ મહિનાથી રાજ્યમાં હિંસા ચાલી રહી છે. કેન્દ્ર અને રાજ્ય સરકારના તમામ પ્રયાસો બાદ પણ હિંસા અટકવાનું નામ નથી લઈ રહી. ઘણા જિલ્લાઓમાં કર્ફ્યુ હજુ પણ લાગુ છે. હવે કોંગ્રેસની આગેવાની હેઠળના મણિપુરના દસ વિપક્ષી દળોએ શનિવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાતની માંગ કરી છે અને તેમની દરમિયાનગીરીની અપીલ કરી છે. હિંસા અંગે શનિવારે દિલ્હીમાં એક પ્રેસ કોન્ફરન્સને સંબોધિત કરતી વખતે મણિપુરના ત્રણ વખતના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ઓ ઇબોબી સિંહે કહ્યું કે તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાતની માંગ કરી છે. તેમણે કહ્યું કે તેઓ ૨૦ જૂને યુએસ રવાના થાય તે પહેલા હિંસા પર પીએમ મોદીના જવાબની રાહ જાેઈ રહ્યા છે. ઈબોબી સિંહે કહ્યું, તેમનો ઈરાદો રાજકીય લાભ લેવાનો નથી. અમે માત્ર શાંતિ ઈચ્છીએ છીએ અને મદદ ઈચ્છીએ છીએ. કોંગ્રેસ નેતાએ કહ્યું કે રાજ્યમાં ૩ મેથી હિંસા ચાલી રહી છે અને આ સમગ્ર મામલે પીએમ મોદી તરફથી હજુ સુધી કોઈ ટિપ્પણી આવી નથી. તેમણે કહ્યું, હિંસાને કારણે સર્વત્ર હોબાળો છે, મહિલાઓ અને બાળકો સહિત ૨૦ હજાર લોકોએ શિબિરોમાં આશરો લીધો છે. હજુ પણ પીએમ રાજ્ય વિશે કંઈ બોલી રહ્યા નથી. મણિપુર ભારતનો ભાગ છે કે નહીં? જાે એમ હોય તો શા માટે? તે જ સમયે, કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે દાવો કર્યો હતો કે ૧૦ વિપક્ષી પાર્ટીઓના નેતાઓએ ૧૦ જૂને વડા પ્રધાન સાથે મુલાકાત માટે પૂછતો ઈમેલ મોકલ્યો હતો, પરંતુ કોઈ જવાબ મળ્યો નથી. પીએમ સાથેની મુલાકાત અંગેનો પત્ર ૧૨ જૂને પીએમઓને સોંપવામાં આવ્યો છે. તેમણે વધુમાં કહ્યું કે, ૨૨ વર્ષ પહેલા જ્યારે મણિપુરમાં હિંસા ફાટી નીકળી હતી ત્યારે તત્કાલીન વડાપ્રધાન અટલ બિહાર વાજપેયીએ બે વખત સર્વપક્ષીય બેઠક બોલાવી હતી. ત્યારે વાજપેયીએ શાંતિની અપીલ પણ કરી હતી. જેડીયુના પાંચ વખતના ધારાસભ્ય નિમાઈ ચંદ લુવાંગ, જે તે સમયે વાજપેયીને મળેલા પ્રતિનિધિમંડળનો ભાગ હતા, તેમણે કહ્યું કે ગૃહ પ્રધાન અમિત શાહની મુલાકાત પછી રાજ્યમાં હિંસા ચાલુ રહી. મતલબ કે વર્તમાન સરકાર હિંસાનો સામનો કરવામાં ખરાબ રીતે નિષ્ફળ રહી છે. અમે ઈચ્છીએ છીએ કે પીએમ મોદી આમાં હસ્તક્ષેપ કરે અને હિંસા રોકવા માટે કોઈ ઉકેલ શોધે.
Recent Comments