fbpx
રાષ્ટ્રીય

મણિપુર હિંસાનો કોઈ ઉકેલ નથી એ દુર્ભાગ્યપૂર્ણ છે, સરકારે જલ્દી ઉકેલ શોધવો જાેઈએ : RSS

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (ઇજીજી)એ મણિપુર હિંસા પર ચિંતા વ્યક્ત કરી છે. સંઘે કહ્યું કે તે દુર્ભાગ્યપૂર્ણ છે કે મણિપુર હિંસાનો કોઈ ઉકેલ નથી. ઇજીજીએ કહ્યું કે છેલ્લા ૧૯ મહિનાથી ચાલી રહેલી હિંસાનો હજુ સુધી ઉકેલ આવ્યો નથી. હિંસાને કારણે અનેક નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા. લાખો લોકો તેનાથી પ્રભાવિત થઈ રહ્યા છે. હિંસાને કારણે નિર્દોષ લોકો ઘણું સહન કરી રહ્યા છે. સંઘે મણિપુરમાં મહિલાઓ અને બાળકો સામેની ક્રૂરતાની સખત નિંદા કરી હતી. આ કૃત્ય કાયરતાપૂર્ણ અને માનવતાના સિદ્ધાંતો વિરુદ્ધ છે. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારે આ સંઘર્ષનો વહેલી તકે ઉકેલ શોધવો જાેઈએ. મણિપુરમાં મહિલાઓ અને બાળકોના મૃતદેહો મળી આવ્યા બાદ સ્થિતિ ફરી એક વખત વણસી ગઈ છે.

ગુસ્સે ભરાયેલા ટોળાએ શનિવારે રાત્રે ઇમ્ફાલ ઘાટીમાં ભાજપના મંત્રીઓ અને ધારાસભ્યોના ઘરોને આગ ચાંપી દીધી હતી. દેખાવકારોએ મુખ્યમંત્રી એન બિરેન સિંહના પૈતૃક આવાસ પર પણ હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ પોલીસે તેમને ત્યાં જતા અટકાવ્યા હતા. જાેકે, મણિપુરમાં ગયા વર્ષના મે મહિનાથી છૂટાછવાયા હિંસા ચાલી રહી છે. પરંતુ હાલની સ્થિતિએ રાજ્યમાં ફરી એકવાર તણાવ સર્જ્‌યો છે. હિંસાને કારણે ગઈકાલે સાત જિલ્લામાં ઈન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી હતી. અનેક શહેરોમાં કર્ફ્‌યુ લાદવામાં આવ્યો હતો. હિંસા પ્રભાવિત વિસ્તારોમાં ભારે સૈનિકો તૈનાત કરવામાં આવ્યા હતા. જીરીબામ સહિત છ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફરીથી છહ્લજીઁછ લાગુ કરવામાં આવી હતી.

હકીકતમાં, શનિવારે જીરીબામ જિલ્લામાં બરાક નદીમાંથી બે મહિલાઓ અને એક બાળકના મૃતદેહ મળી આવ્યા હતા, જ્યારે શુક્રવારે રાત્રે એક મહિલા અને બે બાળકોના મૃતદેહ મળી આવ્યા હતા. આરોપ છે કે આતંકવાદીઓએ તેમનું અપહરણ કર્યા બાદ તેમની હત્યા કરી હતી. સોમવારે જીરીબામમાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી. ત્યારથી રાહત શિબિરમાં રહેતી ત્રણ મહિલાઓ અને ત્રણ બાળકો લાપતા હતા. આ એન્કાઉન્ટરમાં ૧૦ આતંકીઓ પણ માર્યા ગયા હતા. કેન્દ્રીય ગૃહમંત્રીએ રવિવારે મણિપુરમાં સુરક્ષાની સ્થિતિનો તાગ મેળવ્યો હતો. દરમિયાન સૂત્રોના જણાવ્યા અનુસાર અમિત શાહ આજે મણિપુરમાં મહત્વની બેઠક કરશે અને ત્યાંની સ્થિતિની સમીક્ષા કરશે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે શનિવારે મણિપુરમાં તૈનાત તમામ સુરક્ષા દળોને શાંતિ પુનઃસ્થાપિત કરવા માટે જરૂરી પગલાં લેવા સૂચના આપી હતી. ગૃહ મંત્રાલયે કહ્યું કે જે કોઈ હિંસક અને વિનાશક પ્રવૃત્તિઓમાં સામેલ થવાનો પ્રયાસ કરશે તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

Follow Me:

Related Posts