રાષ્ટ્રીય

મણિપુર હિંસામાં ૫૦ હજારથી વધુ લોકો વિસ્થાપિત થયા

મણિપુરમાં એક મહિના કરતાં વધુ સમયથી હિંસા ચાલી રહી છે. વચ્ચે થોડી શાંતિ રહી, પરંતુ તે પછી ફરી હિંસા અને આગચંપી અનેક ભાગોમાં જાેવા મળી રહી છે. આ દરમિયાન, રાજ્યભરમાં ઇન્ટરનેટ સેવા પરનો પ્રતિબંધ ૧૫ જૂન સુધી લંબાવવામાં આવ્યો છે. સુપ્રીમ કોર્ટે આ મામલે દાખલ કરાયેલી અરજી પર તાત્કાલિક સુનાવણી કરવાનો ઇનકાર કર્યા બાદ આ આદેશ આવ્યો છે. ત્યારે આ હિંસાને કારણે ૫૦ હજારથી વધુ લોકો વિસ્થાપિત થયા છે. મણિપુર સરકારે રવિવારે કહ્યું કે હિંસાનો ભોગ બનેલા લોકો માટે રાજ્યભરમાં ૩૪૯ રાહત શિબિરોની સ્થાપના કરવામાં આવી છે. ૫૦,૦૦૦ થી વધુ લોકોએ આ હિંસામાં પોતાના ઘરોથી બેઘર બનીને આજે વિવિધ કેમ્પમાં રહવા મજબુર બન્યા છે. આ ઉપરાંત મહિલાઓ, વૃદ્ધો અને બાળકો માટે અલગ-અલગ રાહત કેમ્પની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. નોડલ અધિકારીઓને અહીં કાળજી લેવાની જવાબદારી સોંપવામાં આવી છે. હિંસાને પગલે મણિપુરમાં ૩ મેના રોજ ઈન્ટરનેટ સેવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. આ પછી ઘણી વખત પ્રતિબંધો લંબાવવામાં આવ્યા હતા.

મણિપુરના ગૃહ વિભાગ દ્વારા ૧૦ જૂને જાહેર કરાયેલા નોટિફિકેશનમાં પ્રતિબંધ ૧૫ જૂન સુધી લંબાવવામાં આવ્યો છે. કમિશનરે જાહેર કરેલા આદેશમાં એવી આશંકા વ્યક્ત કરવામાં આવી છે કે અસામાજિક તત્વો ઇન્ટરનેટનો ઉપયોગ કરીને સોશિયલ મીડિયા પર નફરત ફેલાવી શકે છે. સોશિયલ મીડિયા પર અપ્રિય ભાષણ, નફરતના વીડિયોના સંભવિત પરિભ્રમણને ધ્યાનમાં રાખીને, પ્રતિબંધ લંબાવવામાં આવ્યો છે. ૩ મેના રોજ આદિવાસી એકતા માર્ચ પછી મૈઈતી અને કુકી સમુદાયો વચ્ચે હિંસા ફાટી નીકળી હતી. કુકી સમુદાયના સંગઠનોએ મૈઈતીના એસટીમાં સમાવેશ કરવાની માગણીઓ સામે પહાડોમાં કૂચ કરી હતી, જે બાદમાં હિંસક બની હતી. અહેવાલો અનુસાર, હિંસામાં ઓછામાં ઓછા ૧૦૦ લોકોના મોત થયા છે અને ૩૦૦ થી વધુ લોકો ઘાયલ થયા છે. મણિપુર હિંસા કેસની તપાસ સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન દ્વારા રચવામાં આવેલી ૧૦ સભ્યોની જીૈં્‌ ટીમ દ્વારા કરવામાં આવી રહી છે. આ ટીમમાં ડીઆઈજી રેન્કના અધિકારીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ કેસમાં ૬ હ્લૈંઇ નોંધવામાં આવી છે. તેમાંથી પાંચ ગુનાહિત કાવતરા અને એક સામાન્ય ષડયંત્ર સાથે સંબંધિત છે. ઝ્રમ્ૈંની તપાસ પર દેખરેખ રાખવાની જવાબદારી તપાસ કમિશનરને આપવામાં આવી છે, જેનું નેતૃત્વ ગૌહાટી હાઈકોર્ટના ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશ અજય લાંબા છે.

Related Posts