મણીપુરમાં અર્ધલશ્કરી દળોની ૧૪ કંપનીઓ તૈનાત, ૨૦ હજાર લોકોને સુરક્ષિત બહાર કઢાયા
મણિપુરમાં ચાલી રહેલી હિંસા વચ્ચે, અત્યાર સુધી મોટી સંખ્યામાં અર્ધલશ્કરી દળો (ઇછહ્લ, ઝ્રઇઁહ્લ, મ્જીહ્લ) તૈનાત કરવામાં આવ્યા છે. આ સાથે વધુ પેરા મિલિટ્રી ફોર્સ આવી રહી છે. તેમનું કામ મણિપુર પોલીસ કરતા ઘણું અલગ હશે કારણ કે, તેઓ દુશ્મનો સાથે લડવા અને યુદ્ધ માટે પ્રશિક્ષિત છે. અત્યાર સુધીમાં ૧૫,૦૦૦-૨૦,૦૦૦ પીડિતોને મણિપુરમાંથી બહાર કાઢવામાં આવ્યા છે અને તેમને સુરક્ષિત સ્થળોએ લઈ જવામાં આવી રહ્યા છે. આ સાથે ૭-૮ જેટલી પોલીસ ચોકીઓમાંથી ટોળા દ્વારા લૂંટાયેલા હથિયારો વહેલી તકે સોંપી દેવા માટે લોકોને અપીલ કરવામાં આવી છે. શસ્ત્રો સમર્પણ કરનારાઓને ટોળાની કાર્યવાહી ગણીને બચી જશે. જે લોકો હથિયાર જમા કરાવવામાં નિષ્ફળ જશે તેમને ગંભીર કાયદાકીય પરિણામોનો સામનો કરવો પડશે. આ સાથે ચેતવણી પણ આપવામાં આવી છે કે, હથિયાર સરેન્ડર કરવામાં નિષ્ફળતાની સ્થિતિમાં કેસ દ્ગૈંછને પણ સોંપવામાં આવી શકે છે. સુરક્ષા દળોએ આવા ૨૩ સંવેદનશીલ પોલીસ સ્ટેશનોની ઓળખ કરી છે. કેન્દ્રીય દળોને તૈનાત કરવા ઉપરાંત વરિષ્ઠ પોલીસ અધિકારીઓ ચાર્જ સંભાળી રહ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે, પરિસ્થિતિમાં સુધારો જાેવા મળી રહ્યો છે, આ સાથે જનતાને સહકાર આપવાની અપીલ કરવામાં આવી છે. આ સિવાય ચુરાચંદપુરમાં પણ ભીડે બળાત્કારની અફવા ફેલાવી હતી. જાેકે, આ અંગે કોઈ પુષ્ટિ થઈ નથી. ટોળાના હુમલામાં ધારાસભ્ય વુંગજાગીન વાલ્ટે ઘાયલ થયા છે. વોલ્ટેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં તે હવે ખતરાની બહાર છે. મણિપુરમાં ગુરુવારે રાત્રે સુરક્ષા દળોની ભારે હાજરી અને શુક્રવારે સવારે તંગદિલીભરી શાંતિ વચ્ચે હિંસાની કોઈ નવી ઘટના નોંધાઈ નથી. જાેકે, મણિપુરના કેટલાક ભાગોમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટરના અહેવાલો છે, એમ તેમણે જણાવ્યું હતું. એક વરિષ્ઠ પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર, ચુરાચંદપુર જિલ્લાના કંગવાઈ, પડોશી બિષ્ણુપુર જિલ્લાની પશ્ચિમી પહાડીઓમાં ફૌગકચાઓ અને ઇમ્ફાલ પૂર્વ જિલ્લાના દોલૈથાબી અને પુખાઓમાંથી એન્કાઉન્ટર નોંધાયા છે. જાેકે, હજુ સુધી એ જાણી શકાયું નથી કે, બંને બાજુ કોઈ જાનહાનિ થઈ છે કે, કેમ, એમ તેમણે જણાવ્યું હતું.
Recent Comments