fbpx
રાષ્ટ્રીય

મણીપુરમાં ફરી એક વાર ભડકી હિંસા, એક સમુદાયના ૭૦ થી વધુ ઘરોને સળગાવી દેવામાં આવ્યા

મોટાભાગના રાજ્યમાં કફ્ર્યુ, ૨૩૯ લોકોને રાહત શિબિરમાં લઈ જવામાં આવ્યા

મણીપુરમાં ફરી એક વાર હિંસા કરવામાં આવી હતી, આ રાજ્યમાં તો જાણે કોમી હુલ્લડો શાંત થવાનું નામ જ નથી લઈ રહ્યા આ વખતે એક સમાજના જૂથ દ્વારા અન્ય સમાજના લોકોના ઘરોમાં આગ લગાડી દેવામાં આવી હતી અને તે ઉપરાંત ઉગ્રવાદીઓ દ્વારા પોલીસ ચોકીમાં પણ આગ લગાવી દીધી હતી.

ઉગ્રવાદીઓએ લમતાઈ ખુનૌ, દિબોંગ ખુનૌ, નુનખાલ અને બેગરા ગામમાં ૭૦ થી વધુ ઘરોને આગ ચાંપી દીધી હતી. ઉગ્રવાદીઓએ જીરીમુખ અને છોટો બેકારાની પોલીસ ચોકીઓ અને વન વિભાગની ગોખલ ઓફિસને પણ આગ લગાવી દીધી હતી. ઉગ્રવાદીઓ દ્વારા એક વ્યક્તિની હત્યા થઈ હોવાની માહિતી મળી છે. જે બાદ સ્થાનિક લોકોએ વિરોધ કર્યો હતો. હાલમાં રાજ્યના મોટાભાગના કફ્ર્યુ લાદવામાં આવ્યો છે.

આ સમગ્ર ઘટના જીરીબામ જિલ્લામાં ઉગ્રવાદીઓએ એક સમુદાયના ૭૦ થી વધુ ઘરોને સળગાવી દીધા હતા.ઉગ્રવાદીઓએ બે પોલીસ ચોકીઓ અને વન વિભાગની ઓફિસને પણ આગ લગાવી દીધી હતી. હિંસા બાદ જીરીબામ પોલીસ સુપરિન્ટેન્ડેન્ટ (એસપી) ની બદલી કરવામાં આવી છે. પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે ઉગ્રવાદીઓ સામેની કાર્યવાહીમાં સુરક્ષા કર્મચારીઓને મદદ કરવા માટે ૭૦ થી વધુ રાજ્ય પોલીસ કમાન્ડોની ટુકડીને ઇમ્ફાલથી જીરીબામ મોકલવામાં આવી છે. જિલ્લાના સ્પોટ્‌ર્સ કોમ્પ્લેક્સમાં રહેલા રાહત શિબિરમાં મીતેઈ સમુદાયના લગભગ ૨૩૯ લોકોને લઈ જવામાં આવ્યા હતા. જેમાં મોટાભાગની મહિલાઓ અને બાળકો સામેલ છે.

Follow Me:

Related Posts