fbpx
અમરેલી

મતગણતરી દરમિયાન અમરેલીના લાઠી રોડ કોલેજ સર્કલથી રેલ્વે ફાટક સુધીનો રસ્તે આવતા – જતા વાહનો માટે વૈકલ્પિક રૂટ જાહેર

વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨ની મતગણતરી ગુરુવારે તા.૦૮ ડિસેમ્બર ૨૦૨૨ના રોજ અમરેલી શહેરના લાઠી રોડ કોલેજ સર્કલ સ્થિત પ્રતાપરાય આર્ટસ કોલેજ ખાતે યોજાશે. અમરેલી શહેરમાં મતગણતરી દરમિયાન ટ્રાફિક નિયમન અને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવી રાખવા માટે અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રીએ જાહેરનામું બહાર પાડી અને લાઠી રોડ કોલેજ સર્કલથી રેલ્વે ફાટક સુધીનો રસ્તો બંધ રાખવાનો આદેશ કર્યો છે. આ રસ્તો સવારે ૬.૦૦ કલાકથી મતગણતરી સમાપ્ત થાય ત્યાં સુધી બંધ રહેશે. મતગણતરી દરમિયાન વાહનોના આવનજાવન માટે ૦૪ વૈકલ્પિક રૂટ જાહેર કરવામાં આવ્યા છે.

વાહનચાલકો માટે વૈકલ્પિક રૂટ-૦૧માં લાઠી રોડ બાયપાસ ચોકડીથી મોટા વાહનોએ સાવરકુંડલા બાયપાસ ચોકડીથી પસાર થવાનું રહેશે.  વૈકલ્પિક રૂટ-૦૨માં કોલેજ સર્કલથી લાઠી તરફ જતા વાહનોએ રેલ્વે સ્ટેશન-હનુમાનપરા-લાઠીરોડ પરથી પસાર થવાનું રહેશે. વૈકલ્પિક રૂટ-૦૩માં લાઠી રોડ બાયપાસ ચોકડીથી અમરેલી શહેર તરફ આવતા વાહનોએ હનુમાનપરા રોડથી અમરેલી શહેરમાં પ્રવેશ કરવાનો રહેશે.  વૈકલ્પિક રૂટ-૦૪માં ફોરવર્ડ સર્કલથી લાઠી રોડ તરફ જતા મોટા વાહનોએ ચિત્તલ રોડ બાયપાસ બાજુથી પસાર થવાનું રહેશે. આ હુકમનો ભંગ કરનાર સામે ગુજરાત પોલીસ અધિનિયમની કલમ-૧૩૧ દર્શાવેલ શિક્ષાને પાત્ર ઠરશે.

Follow Me:

Related Posts