fbpx
અમરેલી

મતગણતરી મથકોની આજુબાજુના ૨૦૦ મીટરના વિસ્તારમાં ચાર કરતા વધુ માણસોએ ભેગા થવા પર પ્રતિબંધ

વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨નું પ્રથમ તબક્કાનું મતદાન આગામી તા.૦૧ ડિસેમ્બરે  શાંતિ પૂર્વક સંપન્ન થયું છે. પ્રથમ તબક્કાના મતદાનની મતગણતરી આગામી તા.૦૮ ડિસેમ્બરના રોજ યોજાશે. જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી દ્વારા મતગણતરી કેન્દ્ર પર મતગણતરી શાંતિપૂર્ણ રીતે થાય અને તેમાં કોઈ અવરોધ પેદા ન થાય તે માટે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને જાળવી રાખવા માટે મતગણતરી મથકોની આજુબાજુના ૨૦૦ મીટરના વિસ્તારમાં ચાર કરતા વધુ માણસોના ભેગા થવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ પ્રતિબંધ આગામી તા.૦૮ ડિસેમ્બર સવારે ૬.૦૦ કલાકથી પરિણામ જાહેર ન થાય ત્યાં સુધી અમલી રહેશે. જિલ્લા કલેકટર અને મેજીસ્ટ્રેટશ્રી ગૌરાંગ મકવાણા દ્વારા ફોજદારી કાર્યરીતિ અધિનિયમ-૧૯૭૩ની કલમ-૧૪૪ હેઠળ મતગણતરી મથકોની આજુબાજુના ૨૦૦ મીટરના વિસ્તારમાં, રાજમાર્ગો પર, શેરીઓમાં, ગલીઓમાં, કોઈ મકાન બિલ્ડીંગમાં ચાર કે તેથી વધુ માણસોએ એકઠા થવું નહીં.

મતગણતરીના સ્થળે સલામતી દળ દ્વારા કોર્ડન કરવામાં આવેલા પ્રતિબંધિત વિસ્તારમાં કોઇપણ વ્યકિત મત ગણતરીના દિવસે સેલ્યુલર ફોન, કોર્ડલેસ ફોન,  વાયરલેસ સેટ, મોબાઇલ ફોન વગેરે ઉપકરણો સાથે લઇ જઇ શકશે નહી અને તેનો ઉપયોગ કરી શકશે નહીં. કોઇ પણ વ્યક્તિ સક્ષમ સત્તાધિકારી તરફથી ઇશ્યુ કરવામાં આવેલા ફોટોગ્રાફ સહિતનાં અધિકૃત્ત પ્રવેશ પાસ વિના મત ગણતરી કેન્દ્રમાં દાખલ થઇ શકશે નહી. તેમજ આવા પ્રવેશ પાસ સરળતાથી દેખાઇ આવે તે રીતે પ્રદર્શિત કરવાના રહેશે.

ઉમેદવાર, તેમના ચૂંટણી એજન્ટ કે તેમના મત ગણતરી એજન્ટ કે જેમને મતદાર વિભાગ માટે મતગણતરી હોલમાં પ્રવેશ માટે પ્રવેશ પાસ ઇસ્યુ કરવામાં આવેલા હોય તે સિવાય અન્ય મતદાર વિભાગના હોલમાં પ્રવેશી શકશે નહીં. આ હુકમ મતગણતરીમાં રોકાયેલા કર્મચારીઓ,  અધિકારીશ્રીઓ, ઉમેદવારશ્રીઓ,  ચૂંટણી એજન્ટશ્રીઓ, રાજ્ય ચૂંટણીપંચ દ્વારા મૂકવામાં આવેલા નિરીક્ષકશ્રીઓને લાગુ પડશે નહીં. આ હુકમ અમરેલી શહેરમાં લાઠી રોડ પર આવેલી પ્રતાપરાય આર્ટ્સ કોલેજ ખાતે મતગણતરી કેન્દ્ર તથા તેની આજબાજુના ૨૦૦ મીટર ત્રિજ્યામાં લાગુ પડશે. આ જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિ ‘ધી ઈન્ડિયન પીનલ કોડ’ની કલમ ૧૮૮ હેઠળ શિક્ષાને પાત્ર થશે.

Follow Me:

Related Posts