ગુજરાત રાજ્યની સામાન્ય વિધાનસભાની ચૂંટણી સંદર્ભે તા.૦૧ ડિસેમ્બર, ૨૦૨૨ ગુરુવારના રોજ પ્રથમ ચરણમાં અમરેલી સહિતના સૌરાષ્ટ્ર – કચ્છના જિલ્લાઓમાં મતદાન થશે. રાજ્યના સામન્ય વહીવટ વિભાગ દ્વારા મતદાન માટે સબંધિત જિલ્લાઓમાં “જાહેર રજા ” તરીકે જાહેર કરવામાં આવે છે. સામાન્ય વહીવટ વિભાગના પરિપત્ર દ્વારા નેગોશિએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ હેઠળ જે – તે જિલ્લાઓમાં તા.૧ ડિસેમ્બરના રોજ યોજાનાર ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પ્રજાજનો મોટી સંખ્યામાં મતદાનમાં ભાગ લઈ શકે તે માટે રજા જાહેર કરવામાં આવી છે.
મતદાનના રોજ જિલ્લામાં ‘જાહેર રજા’ જાહેર કરવામાં આવી

Recent Comments