અમરેલી જિલ્લાની ૯૪-ધારી બગસરા વિધાનસભા મત વિસ્તારમાં આવેલા ધારી ખાતે મતદાતા જાગૃત્તિ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. ધારી સ્થિત યોગીજી મહિલા કોલેજમાં મતદાન જાગૃત્તિ કાર્યક્રમ યોજી કેમ્પસ એમ્બેસડરની નિમણુક કરવામાં આવી હતી. મતદાનનું મહત્વ અને મતદાતાઓને મતદાન માટે જાગૃત્ત કરવા માટે કેમ્પસ એમ્બેસેડરની ભૂમિકા વિશે તેમને માહિતગાર કરવામાં આવ્યા હતા.
૧૮-૧૯ વય ધરાવતી યુવતીઓ કે જેમની મતદાતા તરીકેની નોંધણી બાકી હતી તેવા ૧૧ (અગિયાર) નાગરિકોએ નવા મતદાર તરીકેની નોંધણી માટેના ફોર્મ નં.૬ ભર્યા હતા. ધારી તાલુકા મામલતદાર દ્વારા મતદાન જાગૃત્તિ વિશે સમજ, માહિતી અને માર્ગદર્શન આપ્યા હતા.
સ્વીપ કાર્યક્રમ અંતર્ગત બગસરા સ્થિત ધાણક કોલેજ ખાતે યુવા મતદાર સાથે માર્ગદર્શન બેઠક યોજવામાં આવી હતી. કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને મતદાર યાદીમાં નામ નોંધણીની પ્રકિયાની સમજ આપી લોકશાહી માટે મતદાનના મહત્વ વિશે સમજ સાથે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તાલુકા મામલતદારશ્રીએ નિયત ફોર્મ નંબર ૬,૭, ૮, ૬-ખ સહિતના ફોર્મ ક્યારે ભરવાના રહે છે અને તે કેવી રીતે ભરવા અને તેના સાથે ક્યા આધાર-પુરાવાઓ જોડવાના રહે છે તે અંગે યુવા મતદાતાઓને માહિતગાર કર્યા હતા. બગસરા તાલુકા મામલતદાર કચેરીના કર્મચારીગણ, તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી પ્રફુલભાઇ સાવલિયા, ધાણક કોલેજના પ્રોફેસર, કોલેજના વિદ્યાર્થીઓ અને મહાનુભાવો સહિત ઉપસ્થિત રહ્યા હતા.
સમગ્ર જિલ્લામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા શરુ છે ત્યારે બગસરા તાલુકાના સમઢીયાળા ગામે “દેશનું ફોર્મ ભર્યું ?” અંતર્ગત મતદાર જાગૃત્તિ કરવામાં આવી હતી. વધુમાં વધુ નાગરિકો મતદાતા તરીકે નોંધણી કરાવે, મતદાતા કાર્ડમાં ભૂલ હોય તો તે સુધારાઓ થઇ શકે તે માટે બગસરા તાલુકા મામલતદારશ્રીએ સમઢીયાળાના ગામલોકો સાથે સં૫ર્ક કરી મતદારયાદીમાં પોતાનું નામ નોંધાવવા વિશે સમજ સાથે વિગતો પૂરી પાડી જરુરી માર્ગદર્શન આપ્યું હતુ.
ચૂંટણી ફરજ પર છે તેવા અધિકારી શ્રી આલોક ગૌતમ અને ચૂંટણી ફરજ પર હોય તેવા અધિકારીશ્રીઓ દ્વારા અમરેલી જિલ્લાના વિવિધ મથકો પર મુલાકાત કરી મતદાર યાદી સુધારણા કામગીરી અંતર્ગત ખાસ ઝુંબેશનું નિરિક્ષણ કરવામાં આવ્યું હતું. નાગરિકોને મતદાર સુધારણા યાદી અને મતદાતા તરીકેની નોંધણી અંગેની માહિતી મળી રહે તે માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા વિવિધ જનસેવા કેન્દ્રો પર ‘દેશનું ફોર્મ ભર્યુ?’ બેનર્સ લગાડવામાં આવ્યા છે.
Recent Comments