fbpx
ભાવનગર

મતદાન કરવાના હક્કને ગુમાવવો ન જોઇએ- એેસ.વી. કોલેજનો વિદ્યાર્થી મયૂર

સરદાર વલ્લભભાઇ પટેલ કોલેજના વિદ્યાર્થી મયૂરે જણાવ્યું કે, વિશ્વની સૌથી મોટી લોકશાહીએ આપણે મતદાન કરવાનો હક્ક આપ્યો
છે ત્યારે તેને ગુમાવવો જ જોઇએ. દેશને આગળ વધારવાં માટે સ્વસ્થ લોકશાહી જ મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવે છે ત્યારે સારા અને સાચા નેતાને પસંદગી કરવાનો અધિકાર કંઇ નાનો સૂનો નથી. લોકશાહી આપણને તે અધિકાર આપી રહી છે ત્યારે આપણે તેમાં આગળ પડીને ઉત્સાહપૂર્વક ભાગ લેવો જોઇએ.
મયૂરે તેની કોલેજમાં ૧૮ વર્ષ પૂર્ણ કરનાર વિદ્યાર્થીઓને તેના વિશેની સમજણ આપવાનું કહી તે તેની આસપાસના પડોશી અને મિત્રોને
પણ મતદાર તરીકે નોંધણી કરાવવાની સમજ આપશે.

Follow Me:

Related Posts