fbpx
અમરેલી

મતદાન જાગૃતિ અંતર્ગત મતદાતાઓ માટે કોઈ સ્કીમ જાહેર કરવા સાવરકુંડલા શહેરના તમામ વેપારીઓ તથા એસોસિએશનને જાહેર નમ્ર અપીલ સાથે સૂચન કરતાં:-મહેશભાઈ મશરૂ 

અમરેલી જિલ્લા ચેમ્બર ઓફ કોમર્સના ઉપપ્રમુખ તથા સાવરકુંડલા ચેમ્બર ઓફ કોમર્સ પ્રમુખ મહેશભાઈ મશરૂ દ્વારા સાવરકુંડલાના તમામ વેપારીને નમ્ર અપીલ સાથે સૂચન કે આગામી લોકસભાની ચૂંટણીમાં મતદાન જાગૃતિ માટે આપના વેપારમાં કાંઈક સ્કીમ મૂકી મતદારોને મતદાન કરવા જાગૃત કરવા નમ્ર અપીલ કરવામાં આવે છે 

આ સંદર્ભે મહેશભાઈ મશરૂએ જણાવ્યું હતું કે તંત્ર જ્યારે લોકોને મતદાન માટે પ્રોત્સાહિત કરવા માટે ભરપૂર પ્રયાસ કરી રહ્યું હોય ત્યારે વેપારી સમાજ દ્વારા પણ લોકતંત્રના પ્રહરી તરીકે મતદાતાઓ માટે મતદાન કરવા બદલ કોઈ સકારાત્મક પ્રયાસ થાય તેવા પ્રયાસો સૌ સાથે મળીને કરવા જોઈએ અને તો જ લોકતંત્રમાં લોકશાહી વધુ મજબૂત બની શકે. 

મહેશભાઈ મશરૂ  પોતે પણ વેપારજગતને લગતી સમસ્યાઓના નિરાકરણ માટે સતત પ્રયત્નશીલ રહે છે. આમ લોકતંત્રને ધબકતું રાખવા માટે પણ મતદાન કરવું એ નાગરિકની નૈતિક ફરજ ગણી શકાય. હા, મતદાન કરતી વખતે શાંત ચિત્તે કોઈ પણના પ્રભાવ, પ્રલોભન કે લોભ લાલચમાં આવ્યા વગર પોતાના અંતરાત્માના અવાજને ઓળખીને આપના મતનો સદુપયોગ કરવો જોઈએ. જો કે લોકતંત્રમાં વધુ મતદાન માટે જાગૃતિ લાવવા પ્રયાસો કરવા એ પણ દેશ આઝાદ થયે પંચોતેર વર્ષે ખરેખર ચિંતનનો વિષય પણ ગણી શકાય.

Follow Me:

Related Posts