fbpx
અમરેલી

મતદાન જાગૃત્તિ અર્થે અમરેલીમાં ‘રન ફોર વોટ’ યોજાઈ

લોકસભા સામાન્ય ચૂંટણી – ૨૦૨૪ અન્વયે અમરેલી જિલ્લામાં વધુ મતદાન થાય તે હેતુથી TIP (Turnout implementation Plan) હેઠળ વિવિધ કાર્યક્રમો અને પ્રવૃત્તિઓ કાર્યરત છે. ચૂંટણી પંચ તરફથી નક્કી કરવામાં આવેલા કાર્યક્રમ મુજબ લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અન્વયે અમરેલી જિલ્લામાં લોકોમાં મતદાન જાગૃત્તિના હેતુથી અમરેલીમાં જિલ્લા કક્ષા તથા તાલુકા મથકોએ, તાલુકા કક્ષા  ‘રન ફોર વોટ’ નું આયોજન કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમના પ્રારંભે ઉપસ્થિત સૌએ અવશ્ય મતદાન કરવાના શપથ લીધા હતા.  કાર્યક્રમના પ્રારંભે જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને જિલ્લા કલેકટરશ્રી અજય દહિયાએ જણાવ્યુ કે, આગામી તા.૦૭ મે, ૨૦૨૪ને મંગળવારના રોજ અમરેલી જિલ્લાના મતદારો વધુમાં વધુ સંખ્યામાં મતદાન માટે આગળ આવે તેવા હેતુથી મતદાન જાગૃત્તિ પ્રસરાવવા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. અમરેલી લોકસભામાં મતદાન જાગૃત્તિ અંતર્ગત SVEEP અને TIP (Turnout implementation Plan) હેઠળ અનેક નાગરિકો સુધી મતદાન જાગૃત્તિનો સંદેશો પ્રસરાવવામાં આવ્યો છે.

           અમરેલી સ્થિત ફોરવર્ડ હાઇસ્કુલના મેદાનથી જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને જિલ્લા કલેક્ટરશ્રી અજય દહિયા તેમજ જિલ્લા વિકાસ અધિકારીશ્રી અને ખર્ચ તેમજ ટર્ન આઉટ ઈમ્પ્લિમેન્ટેશન પ્લાન નોડલ અધિકારીશ્રી પરિમલ પંડ્યા, નિવાસ અધિક કલેક્ટરશ્રી, ગોહિલ એ જિલ્લાના અન્ય અધિકારીશ્રીઓની પ્રેરક ઉપસ્થિતિમાં લીલી ઝંડી બતાવી આ કાર્યક્રમે પ્રસ્થાન કરાવ્યું હતું. અમરેલી શહેરના સરદાર સર્કલ, નાગનાથ મંદિર, રાજકમલ ચોક, ટાવર ચોક, હવેલી ચોક, લાઇબ્રેરી ચોક, નાગનાથ મંદિર સહિતના રાજમાર્ગોથી પર ફરી રન ફોર વોટ રેલી ફોરવર્ડ હાઇસ્કુલ ખાતે સંપન્ન થઇ હતી.

            આ રેલીના ઉદ્ઘાટન પ્રસંગે અમરેલી, વડીયા અને કુંકાવાવ પ્રાંત અધિકારીશ્રી નાકિયા, અમરેલી, નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી કોટક, નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી ચાવડા, જિલ્લા શિક્ષણાઘિકારીશ્રી અને સ્વીપ નોડલ અધિકારીશ્રી ગોહિલ, જિલ્લા ચૂંટણી તંત્ર, વહીવટી તંત્ર અને વિવિધ સરકારી કચેરીઓના અધિકારીશ્રીઓ-કર્મચારીશ્રીઓ, શિક્ષકો અને અમરેલીના નગરજનોએ રન ફોર વોટ કાર્યક્રમમાં જોડાઇ નાગરિકોને અચૂક મતદાનનો સંદેશ પૂરો પાડ્યો હતો.

Follow Me:

Related Posts