fbpx
ભાવનગર

મતદાન પુરુ થવાના સમયે હરોળમાં ઉભેલ તમામ મતદારોને મતદાન કરવા દેવામાં આવશે

ચૂંટણી પંચ દ્વારા બીએલઓ મારફત તમામ મતદારોને વોટર ઇન્ફોર્મેશન સ્લીપ તેમના ઘરે પહોંચાડવામાં આવી છે. આ વોટર ઇન્ફોર્મેશન સ્લીપમાં મતદારનાં વિધાનસભા મતવિસ્તાર, મતદારનું પૂરૂ નામ, મતદાન મથકનો ક્ર્મ નંબર,મતદાન મથકનું સરનામું, મતદારનો ક્ર્મ નંબર અને હેલ્પ લાઇન નં.૧૯૫૦ દર્શાવાવામાં આવેલ છે તેમજ આ વોટર ઇન્ફોર્મેશન સ્લીપના પાછળનાં ભાગમાં મતદારે જે જગ્યાએ મતદાન કરવા જવાનું છે. તે મતદાન મથકનો નકશો દર્શાવવામાં આવેલ છે. તેમજ મતદારને કોઇ તકલીફ ન પડે તે માટે મતદાન મથકનાં બુથ લેવલ ઓફિસરનાં નામ અને મોબાઇલ નંબર અને મતદારને જરૂરી સૂચનાં મળી રહે તે માટેની મુજબની સંપૂર્ણ વિગતો દર્શાવવામાં આવી છે.

જેમાં મતદાન પુરુ થવાના સમયે હરોળમાં ઉભેલ તમામ મતદારોને મતદાન કરવા દેવામાં આવશે, મહિલા મતદારો માટે અલગ હરોળ છે, વરિષ્ઠ નાગરિકોને મતદાન માટે અગ્રતા આપવામાં આવે છે, પ્રજ્ઞાચક્ષુ અને શારીરિક અશક્ત મતદારને તેમનો મત નોંધવા માટે પુખ્ત વયના સાથી/સહાયકને મતકુટિરમાં સાથે લઇ જવાની પરવાનગી આપવામાં આવે છે, મતદાન મથકમાં મોબાઇલ ફોન અને કેમેરા જેવા ગેઝેટ્સ સાથે લઇ જવાની પરવાનગી નથી. કોઇ ખાસ ઉમેદવારને મત આપવા માટે નાણાં અથવા બીજી કોઇ વસ્તુ/ઇનામ આપવું કે સ્વીકારવું તે  કાયદા હેઠળ ભ્રષ્ટ આચરણ છે.

મતદાન મથકમાં ઓળખના હેતુ માટે આ કાપલી સ્વીકારવામાં આવશે નહિ. તમારે મતદાન માટે મતદાર ફોટો ઓળખપત્ર (EPIC) અથવા ચૂંટણી પંચે નક્કી કરેલ ૧૩ વૈકલ્પિક દસ્તાવેજોમાંથી કોઇ એક રજૂ કરવો જોઇએ તેમ જિલ્લા ચુંટણી અધિકારીની યાદીમાં જણાવાયું છે.  

Follow Me:

Related Posts