ભાવનગર

મતદારયાદીના ડેટાના પ્રમાણીકરણ માટે મતદારો પાસેથી સ્વચ્છાએ આઘાર નંબરની વિગત મેળવી અને તેને લીંક કરવા બાબત

ભારતના ચૂંટણીપંચના તા.૩૦/૧૨/૨૦૨૧ના જાહેરનામાથી હાલના નોંઘાયેલા મતદારો પાસેથી તથા મતદાર યાદીમાં નામ નોંઘણી કરાવનારા નાગરીકો પાસેથી આઘાર નંબરની વિગતો  મેળવવાની રહે છે. ઉકત કાયદાકીય સુઘારાના અનુસંઘાનમાં મતદાર નોંઘણી નિયમો-૧૯૬૦ની કલમ ૨૩(૫) ની જોગવાઇઓ મુજબ ફોર્મ -૬ (ખ) માં દરેક નાગરીક જેનું નામ મતદારયાદીમાં નોંઘાયેલ છે, તે આઘાર નંબરની જાણ કરી શકે છે. તેનો અમલ તા.૦૧/૦૮/૨૦૨૨ થી કરવાનો રહે છે.   

ભાવનગર શહેરમાં સમાવિષ્ટ ૧૦૪ ભાવનગર પૂર્વ વિધાનસભા મત વિસ્તાર  અને ૧૦૫ ભાવનગર પશ્ચિમ વિધાનસભા મત વિસ્તારના તમામ મતદારોને આથી જણાવવામાં આવે છે કે, તેઓ મતદારયાદીના ડેટા પ્રમાણીકરણ માટે મતદારો સ્વેચ્છાએ તેઓના આઘારની ઓનલાઇન નોંઘણી માટે www.nvsp.in અથવા www.voterportal.eci.gov.in અને Voter Helpline App. (મોબાઇલ એપ્લીકેશ) ૫ર કરી શકાશે.

વઘુમાં મતદારો તેઓના મતદાન મથકના બુથ લેવલ ઓફીસર (બી.એલ.ઓ) મારફતે ૫ણ ‘‘આઘાર’’ની ઓનલાઇન નોંઘણી કરાવી શકે છે. આ કામગીરી માટે જ્યારે બી.એલ.ઓ તેઓના વિસ્તારમાં ઘેર-ઘેર મુલાકાત (હાઉસ ટુ હાઉસ) વિઝીટ માટે આવે ત્યારે મતદારો તેઓના આઘારની વિગતો સ્વેચ્છાએ નોંઘણી કરાવવા માટે સહકાર આપે તે માટે સર્વે મતદારોને મદદનીશ મતદાર નોંઘણી અઘિકારી અને સીટી મામલતદારશ્રી, ભાવનગર દ્વારા અનુરોધ કરાયો છે.

Related Posts