ભાવનગર

મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા ઝુંબેશ-૨૦૨૪

ઉમરાળા તાલુકાની જનતાને જાણ કરવામાં આવે છે કે,મુખ્ય નિવાર્ચન અધિકારીશ્રી,ગુજરાત રાજ્ય  દ્વારા મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ અંતર્ગત તા.૧૭/૧૧/૨૦૨૪ (રવિવાર), તા.૨૩/૧૧/૨૦૨૪ (શનિવાર) અને તા.૨૪/૧૧/૨૦૨૪ (રવિવાર)ને ખાસ ઝુંબેશના દિવસો તરીકે નક્કી થયેલ છે.આ દિવસોમાં પોતાના વિસ્તારના મતદાન મથક પર સવારે ૧૦:૦૦ કલાકથી સાંજના ૫:૦૦  સુધીમાં જઈને મતદાર યાદીમાં નામ નોંધણી,નામ કમી અને મતદારયાદીની વિગતોમાં સુધારો કરાવી શકાશે તેમજ ખાસ ઝુંબેશના દિવસોએ અને ખાસ ઝુંબેશના દિવસો સિવાય પણ વોટર હેલ્પલાઇન મોબાઇલ એપ તથા VOTERS.ECI.GOV.IN સાઇટ દ્વારા મતદાર યાદીમાં નામ નોંધણી,નામ કમી અને મતદારયાદીની વિગતોમાં સુધારો કરી શકાશે.તેમ,૧૦૬- ગઢડા વિધાનસભા મતદાર વિભાગના મદદનીશ મતદાર નોંધણી અધિકારી અને મામલતદારશ્રી,ઉમરાળાની અખબારી યાદીમાં જણાવ્યું છે.

Related Posts