અમરેલી

મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ-૨૦૨૨

મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ-૨૦૨૨ શરુ છે. આ કામગીરીના ભાગરુપે ખાસ ઝુંબેશ યોજવામાં આવી હતી. આ ખાસ ઝુંબેશ અન્વયે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટરશ્રી ગૌરાંગ મકવાણાએ ૯૫-અમરેલી વિધાનસભાના અને ૯૪- ધારી વિધાનસભાના અલગ અલગ મતદાન મથકોની મુલાકાત લીધી હતી. આ ખાસ ઝુંબેશમાં વધુમાં વધુ યુવા તથા મહિલા મતદારોની નોંધણી થાય તે માટે સંબંધિતોને સૂચનો પણ કલેકટરશ્રીએ આપ્યા હતા. કલેકટરશ્રીએ અલગ-અલગ મતદાન મથકોની મુલાકાત લઈ ૧૮-૧૯ અને ૨૦-૨૯ વયજુથના વધુમાં વધુ યુવા તથા મહિલા મતદારોની નોંધણી થાય તે માટે વિશેષ કામગીરી માટે કર્મચારીશ્રીઓને પ્રોત્સાહિત કર્યા હતા.

Related Posts