fbpx
અમરેલી

મતદારયાદી લગત બાબતોને લઈ જાહેર જનતા સાથે જરુરી ચર્ચા,  સૂચનો,  રજૂઆતો માટે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે બેઠક યોજાશે

ભારતના ચૂંટણીપંચ દ્વારા આ મતદાર યાદી સુધારણા કાર્યક્રમ તા.૦૫ એપ્રિલ,૨૦૨૩ થી તા. ૧૫ મે,૨૦૨૩ સુધી ચલાવવામાં આવશે. ભારતની ચૂંટણીપંચ દ્વારા ઉક્ત મતદારયાદી સુધારણા કાર્યક્રમના નિરીક્ષણ માટે શ્રી ડી.એન.મોદી, કમિશ્નર-આઈ.સી.ડી.એસ,ગાંધીનગરની અમરેલી જિલ્લા માટે મતદાર યાદી ઓબ્ઝર્વર તરીકે નિમણુક કરવામાં આવી છે. તેઓશ્રી તા. ૨૦.૦૪.૨૦૨૩ને ગુરુવારના રોજ જિલ્લાની મુલાકાતે આવશે. તે ઉપરાંત શ્રી ડી.એન.મોદીના અધ્યક્ષસ્થાને મતદારયાદી લગત બાબતોને લઈ જાહેર જનતા સાથે જરુરી ચર્ચા, સૂચનો, રજૂઆતો માટે જિલ્લા કલેક્ટર કચેરી, અમરેલી ખાતે સવારે ૧૧ થી ૧૨ વાગ્યા દરમિયાન બેઠકનું આયોજન પણ કરવામાં આવ્યું છે. આથી, આ બેઠકમાં મતદારયાદી સંબંધિત ફરિયાદ, સૂચનો અને રજૂઆતો અર્થે જિલ્લાના નાગરિક, મતદારોને ઉપસ્થિત રહેવા માટે નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી,અમરેલીની એક યાદીમાં અનુરોધ કરવામાં આવ્યો છે.

Follow Me:

Related Posts