મતદારયાદી સુધારણા કાર્યક્રમમાં ગેરહાજર રહેનાર ત્રણ બીએલઓને અમરેલી ચૂંટણી તંત્ર દ્વારા નોટિસ અપાઈ
ગત ૧૪ નવેમ્બરના રવિવારે અમરેલી જિલ્લામાં મતદારયાદી સુધારણા કાર્યક્રમના પ્રથમ દિવસે ચૂંટણી તંત્રના અધિકારીશ્રીઓએ વિવિધ મતદાન મથકની મુલાકાત લીધી હતી. મુલાકાત દરમિયાન ત્રણ બીએલઓ ગેરહાજર રહેતા તંત્રના અધિકારીઓએ પંચરોજકામ કરી મતદાર યાદીની અગત્યની કામગીરીમાં ફરજ પર ગેરહાજર રહેવા બાબતનો ખુલાસો રજૂ કરવા નોટિસ આપી હતી.
નોંધનીય છે કે સમગ્ર અમરેલી જિલ્લામાં ગત રવિવારે ૫ વર્ગ-૧ ના અધિકારીશ્રીઓ ઈઆરઓ તરીકે, ૧૨ વર્ગ-૨ ના અધિકારીશ્રીઓ એઈઆરઓ તરીકે અને ૧૮ ખાસ ચૂંટણી ફરજ પરના વર્ગ-૨ ના એડિશનલ એઈઆરઓ તરીકે એમ કુલ ૩૫ જેટલા વર્ગ ૧ અને ૨ ના અધિકારીઓ ફરજ પર હાજર રહ્યા હતા. જિલ્લાના ૧૧ તાલુકાઓના કુલ ૮૬૨ સ્થળોએ ઉભા કરવામાં આવેલા ૧૪૧૧ બુથ ઉપર ૧૪૦૦ થી વધુ બીએલઓ અને ૧૩૧ સુપરવાઈઝરો મતદાર નોંધણીની પ્રક્રિયામાં સહભાગી થયા હતા.
Recent Comments