fbpx
અમરેલી

મતદારયાદી સુધારણા ઝુંબેશ અંતર્ગત રાજુલા પંથકના ગામોની મુલાકાત લેતા કલેક્ટર

જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણાએ મતદાર યાદી સુધારણાની ખાસ ઝુંબેશના બીજા દિવસે એટલે કે ગત રવિવારે રાજુલા પંથકના વાવેરા, ચાંચ, પટવા અને સમઢીયાળા જેવા ગામોમાં ઉભા કરવામાં આવેલા મતદાન મથકોની મુલાકાત લીધી હતી. મુલાકાત દરમિયાન કલેક્ટરશ્રીએ બુથ પરના સ્ટાફ દ્વારા સમગ્ર નોંધણી પ્રક્રિયાનું નિરીક્ષણ કરી ચૂંટણી તંત્રના કર્મીઓને ક્ષતિરહિત મતદારયાદી તૈયાર કરવા અંગે માર્ગદર્શન પૂરું પડ્યું હતું. આ ઉપરાંત કલેક્ટરશ્રીએ નામ કે સરનામાની નોંધણી કે સુધારા માટે ગરૂડા એપ, NVSP પોર્ટલ જેવા ઓનલાઇન માધ્યમના ઉપયોગ માટે મહત્તમ પ્રયાસ કરવા જરૂરી સૂચના આપવામાં આવી હતી.

Follow Me:

Related Posts