fbpx
અમરેલી

મતદાર યાદીની આખરી પ્રસિદ્ધિ તા.૧૦ ઓકટોબર રોજ થશે

ભારતના ચૂંટણી પંચની ભલામણ અન્વયે, કાયદા અને ન્યાય મંત્રાલયે લોક પ્રતિનિધિત્વ અધિનિયમોમાં સુધારાઓ કરવામાં આવ્યા છે. જેમાં (૧) મતદાર નોંધણી હેતુ માટે આધારકાર્ડનો ઉપયોગ, (૨) મતદાર નોંધણી માટે બહુવિધ લાયકાતની તારીખો, (૩) સેવા અને વિશેષ મતદારો માટે જાતિ તટસ્થપણાની જોગવાઈ તેમજ (૪) ચૂંટણી સંચાલનના હેતુ માટે જગ્યા સંપાદિત કરવાની સત્તા સહિતના સુધારાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. મતદાર યાદીની આખરી પ્રસિદ્ધિ તા.૧૦ ઓકટોબર, ૨૦૨૨ને સોમવારના રોજ કરવામાં આવશે. હક્ક – દાવાઓ અને વાંધા અરજીનો નિકાલ તા.૨૬ સપ્ટેમ્બર, ૨૦૨૨ના રોજ કરવામાં આવશે. મતદાર યાદીની ચકાસણી / આખરી પ્રસિદ્ધિ અને પૂરવણી યાદીઓ તા.૪ ઓકટોબર, ૨૦૨૨ને સોમવાર સુધીમાં કરવામાં આવશે. હક્ક – દાવાઓ અને વાંધા અરજીઓ તા.૧૧ સપ્ટેમ્બર, ૨૦૨૨ સુધીમાં રજૂ કરી શકાશે.

Follow Me:

Related Posts