મતદાર યાદીમાં નામ નોંધણી કે સુધારા વધારા કરાવવા ઓનલાઈન સુવિધાઓ પણ ઉપલબ્ધ
અમરેલી જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાં મતદારયાદી સુધારણા કાર્યક્રમ છે. તા.૦૧-૧૦-૨૦૨૨ની સ્થિતિએ જેમની ઉંમર ૧૮ વર્ષથી વધુ થતી હોય તેવા તમામ નાગરિકો, મતદારયાદીમાં પોતાનું નામ નોંધાવી શકશે. આ ઉપરાંત મતદારયાદીમાં સુધારા-વધારા પણ કરાવી શકશે. વધુમાં નાગરિકો તેના આધારકાર્ડને પણ લીંક કરાવી શકાશે. આ કામગીરી માટે તા.૨૮ ઓગસ્ટ, ૨૦૨૨ને રવિવારના રોજ ખાસ ઝુંબેશ યોજાશે.વધુમાં આગામી તા.૪ સપ્ટેમ્બર,૨૦૨૨ અને ૧૧ સપ્ટેમ્બર,૨૦૨૨ ના રોજ પણ ખાસ ઝુંબેશ યોજાશે. મહત્વનું છે કે, સવારે ૧૦ થી સાંજે ૫ વાગ્યા સુધી આ ખાસ ઝુંબેશ યોજાનાર છે. આથી નાગરિકોએ જે-તે વિસ્તારના મતદાન મથક પર બી.એલ.ઓનો સંપર્ક કરવો. નાગરિકો વોટર હેલ્પલાઈન એપ, www.nvsp.in, pwD મોબાઈલ એપ પરથી પણ ઓનલાઈન સુવિધાઓ મેળવી શકાશે. આથી જિલ્લાના ૧૮ વર્ષથી વધુની ઉંમરના તમામ નાગરિકોએ મતદારયાદીમાં નોંધણી કરાવવા જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટરશ્રી ગૌરાંગ મકવાણાએ અનુરોધ કર્યો છે.
Recent Comments