મતદાર યાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમનો આજે છેલ્લો દિવસ
૧૪૧૧ જેટલા કેન્દ્રો ખાતે કરાયેલી વિશેષ વ્યવસ્થાનો મહત્તમ લાભ લેવા ચૂંટણી તંત્રનો જાહેર અનુરોધ
ભારતના ચૂંટણી પંચ દ્વારા જાહેર કરાયેલ મતદાર યાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ-૨૦૨૨ અંતર્ગત તા.૧/૧/૨૦૨૨ ના રોજ ૧૮ વર્ષની વયની લાયકાતના ધોરણે મતદાર યાદીમાં નવા નામ ઉમેરવા, નામ કમી કરવા, નામ સરનામામાં જરૂરી સુધારો-વધારો કરવા તેમજ એક જ વિધાનસભા મત વિસ્તારમાં સ્થળાંતર થવાથી સરનામું બદલવા વગેરે જેવી કામગીરી મતદારોના ઘર નજીકના મતદાન મથકે આજે બીએલઓની હાજરીમાં હાથ ધરાયેલી ખાસ ઝુંબેશના ભાગરૂપે સમગ્ર જિલ્લાના ૧૪૧૧ જેટલા બૂથ ખાતે ઉક્ત કામગીરી હાથ ધરવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે ભારતીય ચૂંટણી પંચ દ્વારા જાહેર કરાયેલ મતદાર યાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ-૨૦૨૨નો આજે ૨૮ નવેમ્બર ખાસ ઝુંબેશનો છેલ્લો દિવસ હોવાથી જિલ્લાના કોઇપણ ભાવિ મતદાર મતદાર યાદીમાં નામ નોંધાવવામાં બાકી રહી ન જાય તેમજ કોઇપણ નાગરિક-મતદારની મતદાર યાદીમાં જરૂરી સુધારા-વધારા કે નામ કમી કરવા વગેરે જેવી કામગીર બાકી રહી ન જાય તે માટે જિલ્લાવાસીઓને પોતાના ઘર નજીકના મતદાન મથકે સવારના ૧૦:૦૦ કલાકથી સાંજના ૫:૦૦ કલાક સુધી પહોંચીને વ્યવસ્થાનો મહત્તમ લાભ લેવા ચૂંટણી તંત્રએ આગ્રહપૂર્વકનો જાહેર અનુરોધ કર્યો છે.
Recent Comments