હાલ કોરોના ની મહામારી નો બીજો દોર શરુ થયેલ છે. અને તેમાં દિન પ્રતિદિન કોરોના ના સંક્રમિત લોકોની સંખ્યામાં વધારો થઇ રહેલ છે. મુર્ત્યું આંક વધી રહ્યો છે. ત્યારે સાવરકુંડલા અને લીલીયા તાલુકાની સરાકારી હોસ્પિટલો બેડો હાઉસફૂલ થઇ ગયેલ છે.જેના કારણે દર્દીઓને ઈમરજન્સી જીલ્લાની હોસ્પિટલોમાં કે પ્રાઈવેટ હોસ્પિટલોમા જતા પણ તમામ હોસ્પિટલો હાઉસફુલ થવાથી દર્દીઓ અને આમ જનતામાં ભય નું મોજું ફરીવળેલ છે. લોકો હેરાન પરેશાન થઇ રહ્યા છે, ત્યારે ૯૭-સાવરકુંડલા અને લીલીયા મતવિસ્તાર માં આવતા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો (PHC ) જેવા કે લીલીયા તાલુકામાં ક્રાકંચ, અને ગુંદરણ તેમજ સાવરકુંડલા તાલુકના જીરા, મોટા ઝીંઝુડા, બાઢડા, આંબરડી, અને વીજપડી, માં COVID-19 હોસ્પિટલો તમામ આવશ્યક મેડિસિન, ઓક્સીજન, અને પુરતા પ્રમાણ માં બેડ સાથે કાર્યરત કરવા ૯૭-સાવરકુંડલા-લીલીયા મત વિસ્તાર ના ધારાસભ્ય શ્રી પ્રતાપ દુધાત દ્વારા માન નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ ને પત્ર પાઠવી ને રજૂઆત કરવામાં આવેલ છે.
મતવિસ્તાર તાલુકાના PHC સેન્ટરોમાં COVID-19 હોસ્પિટલો સુવિધાઓ સાથે કાર્યરત કરવા બાબતની રજુઆત કરતા ધારાસભ્ય પ્રતાપ દુધાત

Recent Comments