કોરોના મહામારી ની ત્રીજી લહેર ને રોકવા માટે રસીકરણ ખુબજ ઉપયોગી સાબિત થઈ રહ્યું છે ત્યારે લાઠી તાલુકાના મતિરાળા અને ભિંગરાડ ખાતે કોવિડ વેક્સિનેશન સ્પેશ્યલ ડ્રાઈવ અંતર્ગત નવતર પહેલ ના ભાગ રૂપે સ્ટ્રીટ પ્લે અને નાઈટ સેશન નું આયોજન કરવા માં આવેલ હતું. જેમાં કોરોના પ્રતિરોધક રસી ની ઉપયોગિતા અને તેને વિષે લોક માનસ માં રહેલી ભ્રામક ગેર માન્યતાઓ દૂર કરવા સ્થાનિક બાળ કલાકારો દ્વારા શેરી નાટક ભજવી કોરોના રસીકરણ અંગે લોકજાગૃતિ નો પ્રયાસ કરેલ હતો. ઉપરાંત, મતિરાળા આરોગ્ય કેન્દ્ર ના કર્મચારીઓ દ્વારા લોકો ના ઘરે ઘરે જઈ રૂબરૂ મુલાકાત કરી અફવાઓ અને ભય દૂર કરી કોરોના પ્રતિરોધક રસી નો પહેલો અને બીજો ડોઝ આપવા માં આવ્યો હતો. આ આયોજન ને સફળ બનાવવા માં ડો. સાગર પરવડિયા ના નેતૃત્વ માં ડો. હરિવદન પરમાર, બાલમુકુંદ જાવિયા, વિશાલ વસાવડા, રાજેશ દેવમુરારી અને આશા બહેનો એ ખૂબ જેહમત ઉઠાવી હતી. ઉલ્લેખનીય છે કે, મતિરાળા આરોગ્ય કેન્દ્ર ના ગામો માં રસીકરણ માટે યોગ્ય તમામ ઉંમર ના ૧૨૦૦૦ થી વધુ લાભાર્થીઓ રસી નો ડોઝ લઈ ચૂક્યા છે.
મતિરાળામાં સ્ટ્રીટ પ્લે અને કોવિડ વેક્સિન નાઈટ સેશનનું આયોજન રક્ષાત્મક રસીકરણ ૧૨ હજાર લેતા લાભાર્થીઓ

Recent Comments