અમરેલી

મતિરાળા આરોગ્ય કેન્દ્ર દ્વારા વિશ્વ મહિલા દિન ની અનોખી ઉજવણી

લાઠી તાલુકા ના મતિરાળા આરોગ્ય કેન્દ્ર દ્વારા વિશ્વ મહિલા દિન ની અનોખી ઉજવણીઆંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિતે મતીરાળા આરોગ્ય કેન્દ્ર ના તમામ ગામો માં આરોગ્ય કર્મચારીઓ દ્વારા એડોલસંટ ક્લિનિક નું આયોજન કરી યોગ, પર્સનલ હાઇજીન ની સમજ આપી તમામ કિશોરીઓની લોહી ની ઉણપ માટેની લેબોરેટરી તપાસ કરી કિશોરાવસ્થા અંગે નું માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. સ્ત્રી સશક્તિકરણ ના પાયા રૂપ કિશોરીઓ ની સ્વાસ્થ્યની જાળવણી માટે ડો. સાગર પરવડિયા અને તેમની આરોગ્ય ટીમ સતત જહેમત ઉઠાવી રહી છે.

Related Posts