મતિરાળા માં વેક્ટર કંટ્રોલ મેગા ડ્રાઇવ નું આયોજન
લાઠી મતિરાળા માં વેક્ટર કંટ્રોલ મેગા ડ્રાઇવ નું આયોજન અમરેલી ના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. જયેશ પટેલ અને ડો. એ. કે. સીંગ ની સૂચના થી, ડો.આર. આર. મકવાણા ના માર્ગદર્શન હેઠળ મતીરાળા આરોગ્ય કેન્દ્ર ના તમામ ગામો માં વેક્ટર કંટ્રોલ મેગા ડ્રાઇવ નું આયોજન કરવામાં આવેલ. દિવાળી અને તહેવારો ની સીઝન માં જન આરોગ્ય ની જાળવણી માટે અલગ અલગ ૧૪ મેડિકલ ટીમ દ્વારા તમામ વિસ્તારોમાં ઘરે ઘરે જઈ પાણી ભરવાના પાત્રો ચકાસી પોરાનાશક કામગીરી કરી, વોટર કન્ટેનર ડીસ્કાર્ડ કરી, બંધિયાર પાણી ના નિકાલ ની વ્યવસ્થા કરી તેમાં એબેટ સોલ્યુશન નાખી મચ્છરો ની ઉત્પત્તિ થતા અટકાયતી પગલાં લેવા માં આવ્યા હતા.
તેમજ તાવ ના દર્દીઓ ની સ્લાઇડ લઈ મેલેરિયા ની તપાસ કરી સારવાર આપવા માં આવી હતી. ઉપરાંત, વાહક જન્ય રોગો સામે રક્ષણ મેળવવા અને મચ્છર ઉત્પતિ ના અટકાયતી પગલાંઓ વિશે લોક જાગૃતિ માટે આરોગ્ય શિક્ષણ આપવામાં આવેલ. મતિરાળાના ડો. સાગર પરવડિયા, ડો. હરિવદન પરમાર, બાલમુકુંદ જાવિયા, ધર્મેશ વાળા, આરોગ્ય કાર્યકરો અને આશા બહેનો દ્વારા દિવાળી અને તહેવારો ની સીઝન માં ડેન્ગ્યુ, મેલેરિયા, ચિકન ગુનિયા જેવા વાહકજન્ય રોગો નિવારવા ઉમદા કામગીરી કરવામાં આવી હતી.
Recent Comments