મત્સ્યોદ્યોગ રાજ્ય મંત્રી પરસોત્તમભાઇ સોલંકીએ ભાવનગરના ભાવનગર અને સિહોર તાલુકાના ૭ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોને કોરોના સામે લડવાના સાધનો માટે રૂા.૩૫ લાખની ગ્રાન્ટ ફાળવી
વર્તમાનમાં કોરોનાનો પ્રભાવ ધીમો જરૂર પડ્યો છે પરંતુ તેને ઓછો આંકવાની જરૂર નથી. ભૂતકાળમાં કોરોનાની અવગણવાની નાગરિક સમાજે ભારે કિંમત ચૂકવવી પડી છે. ત્યારે કોરોના સામે લડવા માટે અગાઉથી જ પૂર્વ તૈયારી કરી રાખવી તે સમયની માગ છે તેમ મત્સ્યોદ્યોગ રાજ્યમંત્રી શ્રી પરષોત્તમભાઇ સોલંકી જણાવ્યું છે.
કોરાના સામેની લડાઇ રાજ્ય સરકાર સાથે નાગરિક સમાજ પણ લડી રહ્યો છે. કોરોનાને કારણે સમગ્ર વિશ્વ છેલ્લાં બે વર્ષથી થંભી ગયું છે. કોરોનાના પ્રકોપને લીધે સામાન્ય નાગરિકોએ સ્વાસ્થ્યની દ્રષ્ટીએ ઘણી બધી તકલીફોનો સામનો કરવો પડે છે. કોરોના સામેની લડાઇ માટે રાજ્ય સરકાર દ્વારા રાજ્યના તમામ નાગરિકોને સજ્જ કરવાં માટે સમગ્ર રાજ્યમાં રસીકરણ ચાલી રહ્યું છે.
રાજ્ય સાથે રાજ્યના મંત્રીઓ પણ તેમનાથી થતી તમામ મદદ માટે તૈયાર હોય છે. આ અભિગમના ભાગરૂપે રાજ્યકક્ષાનાં મત્સ્યોદ્યોગ રાજ્ય મંત્રીશ્રી પરસોત્તમભાઇ સોલંકીએ ભાવનગર ગ્રામ્ય- ૧૦૩ હેઠળના ભાવનગર અને સિહોર તાલુકાના ૭ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોને રૂ. ૩૫ લાખની ધારાસભ્ય તરીકેની ગ્રાન્ટ કોરોનાની લડત સામેના સાધનો અને ઉપકરણો ખરીદવા માટે ફાળવી છે. મંત્રીશ્રીએ આરોગ્ય કેન્દ્રો માટે નોવેલ કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા અને તેની સારવાર હેતુ માટે પોતાને મળતી વર્ષ ૨૦૨૧-૨૨ની ધારાસભ્યની ગ્રાન્ટમાંથી કોરોનાની સારવાર માટેનાં સાધનો ખરીદવા રૂ.૩૫ લાખની ગ્રાન્ટ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો માટે ફાળવી છે. ભાવનગર જિલ્લાના અને સિહોર તાલુકાના આ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં ભુંભલી, ભંડારિયા, અધેલાઈ, ઉંડવી, સોનગઢ,ઉસરડ અને અર્બન હેલ્થ સેન્ટર, સિહોરનો સમાવેશ થાય છે. મંત્રીએ આ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર માટે જે ગ્રાન્ટની ફાળવણી કરી છે. તેમાં, રૂ..૫૦,૦૦૦ નું એક એવાં ૧૨ લીડ ઈ.સી.જી. નંગ-૭, રૂ.૩,૫૦,૦૦૦ના,રૂ.૯૫,૦૦૦ ના એક એવાં ૧૦ પ્રતિ મિનિટની ક્ષમતાના ૭ ઓક્સિજન કોન્સન્ટ્રેટર માટે રૂ. ૬,૬૫,૦૦૦, રૂ.૧૫,૦૦૦ ના ૭ સેન્ટ્રીફ્યૂઝ રૂ.૧,૦૫,૦૦૦ ના, રૂ.૪૯,૮૦૦ ના એક એવા કુલ-૭ નંગ રેડીટલ વોર્મર, રૂ.૩,૪૮,૬૦૦ ના, રૂ.૧,૦૦,૦૦૦ ના એક એવા કુલ-૭ મલ્ટીપારા મોનીટર (ઓક્સીજન, હ્યદયના ધબકારા, બી.પી. માપવાં) માટે રૂ. ૭ લાખ, કોરોના દર્દીઓ માટે રૂ.૫૨,૦૦૦ ના એક એવાં ૭ નંગ ફાઉલર બેડ માટે રૂ. ૩.૬૪ લાખ, રૂ.૨૨,૦૦૦ ના એક એવાં ૭ નંગ જમ્બો ઓક્સિજન સિલિન્ડર રૂ. ૧,૫૪,૦૦૦ના, રૂ.૫,૦૦૦ ના એક એવાં ૭ નંગ સેલ્ફ ઈન્ફ્લેટીગ બેગ એન્ડ માસ્ક નીઓનેટલ સાઈઝ રૂ.૩૫,૦૦૦ ના,રૂ.૫,૦૦૦ ના એક એવાં ૭ નંગ સેલ્ફ ઈન્ફેક્ટીગ બેગ એન્ડ માસ્ક ઓડિટ રૂ.૩૫,૦૦૦ ના રૂ.૯૫,૦૦૦ ના એક એવાં ૭ નંગ બાયપેપ મશીન માટે રૂ.૬,૬૫,૦૦૦ અને રૂ.૧,૨૦૦ ના એક એવાં ૭૦ નંગ પલ્સ ઓક્સીમીટર રૂ. ૮૪,૦૦૦ ના એમ કુલ મળીને રૂ.૩૫,૦૫,૬૦૦ ના કુલ- ૭૦ સાધનો અને ઉપકરણો ખરીદવાં માટે ગ્રાન્ટની ફાળવણી કરી છે. જેથી ઉપરોક્ત દરેક પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોને ૧૦ પ્રકારના સાધનો ઉપલબ્ધ બનશે. મંત્રીશ્રીએ આ ગ્રાન્ટ આપવાં સાથે જણાવ્યું છે કે, કોરોના સામેની લડત સામે સજ્જતા એ જ હથિયાર છે ત્યારે રખેને કોરોનાનો ત્રીજો વેવ આવે તો તે માટે અગાઉથી તૈયારી જ કોરોનાના કહેરમાંથી બચાવી શકશે. આથી, કોરોના સામે લડવાં માટે સ્વાસ્થ્યના ક્ષેત્રને મજબૂત કરવું તે આજના સમયની તાતી જરૂરીયાત છે. આ જરૂરીયાતને પારખીને ભાવનગરના સિહોર તાલુકાના ૭ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને ધારાસભ્યશ્રી તરીકે મળતી ગ્રાન્ટમાંથી ગ્રામ્ય વિસ્તારમાં આરોગ્ય સુખાકારી વધે તે માટે તબીબી ઉપકરણો માટે ગ્રાન્ટ ફાળવી છે.
આમ, ગ્રામ્ય વિસ્તારમાં કોરોનાનો પ્રકોપ ઘટે અને આવનારા દિવસોમાં જો ત્રીજી લહેર આવે તો તેની સામે લડવા માટે ગ્રામ્ય વિસ્તારો પણ સક્ષમ રહે તેવાં પ્રયાસોના ભાગરૂપે મંત્રીશ્રી દ્વારા અગાઉથી જ આ સહાય- મદદ કરવામાં આવી છે.
Recent Comments