fbpx
ભાવનગર

મત ગણતરી કેન્દ્રની તમામ તૈયારીઓ પૂર્ણ – જિલ્લા કલેકટરશ્રીએ કેન્દ્રની મુલાકાત લઈ સમીક્ષા કરી

સરકારી ઇજનેરી કોલેજ ભાવનગર ખાતે આજે તા.૨૩ ના રોજ યોજાનાર મત ગણતરી
સંદર્ભે જિલ્લા કલેકટર ગૌરાંગ મકવાણાએ મત ગણતરી કેન્દ્રની મુલાકાત લઈ સમીક્ષા કરી હતી તેમજ જરૂરી માર્ગદર્શન પૂરૂ પાડ્યું હતું

જિલ્લા કલેકટરએ સ્ટ્રોંગ રૂમ તેમજ મત ગણતરી હોલની વ્યવસ્થા ચકાસી હતી તેમજ મત ગણતરી કેન્દ્રખાતે સી.સી.ટી.વી. કેમેરાની વ્યવસ્થા, વીડિયોગ્રાફી, ભોજન વ્યવસ્થા, ઉમેદવારો તથા એજન્ટો માટેની બેઠકવ્યવસ્થા, મીડિયા સેન્ટર, અધિકારી કક્ષ વગેરે બાબતોની સમીક્ષા કરી હતી તેમજ જરૂર જણાઇ ત્યાં સબંધિત અધિકારીશ્રીઓને માર્ગદર્શન પૂરૂ પાડ્યું હતું.

જિલ્લા કલેકટર સાથે મત ગણતરી કેન્દ્ર ખાતે અધિક કલેક્ટર ઉમેશ વ્યાસ, નાયબ કલેક્ટર બી.એન.ખેર, જિલ્લા પુરવઠા અધિકારી ભૂમિકાબહેન વાટલીયા, સીટી એન્જિનિયર શ્રી ચંદારાણા,કાર્યપાલક ઈજનેર શ્રી પટેલ સહિતના સબંધિત વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

.

Follow Me:

Related Posts