fbpx
રાષ્ટ્રીય

મદ્રાસ હાઈકોર્ટનો આદેશ, તમિલનાડૂના તમામ મંદિરોમાં મોબાઈલ લઈ જવા પર પ્રતિબંધ

તમિલનાડૂના મંદિરોમાં હવે મોબાઈલ ફોન લઈ જવાની મંજૂરી નહીં મળે. કેમ કે તેના પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. એટલે કે હવે ભક્તોને મોબાઈલ સાથે મંદિરમાં એન્ટ્રી નહીં મળે. જાે ભગવાનના દર્શન કરવા હશે, તો ભક્તે પોતાનો મોબાઈલ મંદિર પરિસરની બહાર મુકીને આવવો પડશે. તેઓ ઈચ્છે તો, પરિસરમાં આવલા ફોન ડિપોઝીટ લોકરમાં પોતાનો ફોન સુરક્ષિત રાખી શકે છે. પણ તેમને અંદર લઈ જવાની મંજૂરી નથી. મદ્રાસ હાઈકોર્ટે તમિલનાડૂના મંદિરોમાં મોબાઈલ પર પ્રતિબંધ લગાવાનો ર્નિણય કર્યો છે. હાઈકોર્ટે રાજ્ય સરકારને નિર્દેશ આપ્યા છે કે, મંદિરોમાં ભક્તો દ્વારા મોબાઈલ ફોન લઈ જવા પર પ્રતિબંધ લગાવે. આ ર્નિણય કરતા કોર્ટે કહ્યું કે, મંદિરોમાં મોબાઈલના ઉપયોગ પર રોક લગાવાનં પગલું એટલા માટે લેવામાં આવ્યું છે કે, કેમ પૂજા સ્થળની પવિત્રતા અને ગરિમા જાળવી શકાય.

લોકોને કોઈ અસુવિધા ન થાય, એટલા માટે મંદિરોમાં ફોન ડિપોઝીટ લોકરમાં જમા કરવાના રહેશે, જેથી તમામ ભક્તો પોતાના મોબાઈલ સુરક્ષિત રાખી શકે. કોર્ટે એવું પણ કહ્યું કે, આ આદેશનું પાલન યોગ્ય રીતે થાય તેના માટે સુરક્ષા કર્મીઓને તૈનાત કરવામાં આવશે. મદ્રાસ હાઈકોર્ટની મદુરાઈ બેન્ચે હિન્દુ રિલિજિયસ એન્ડ ચેરિટેબલ એડોમેન્ટ ડિપાર્ટમેન્ટને આ આદેશ લાગૂ કરવાના નિર્દેશ આપ્યા છે. તે સંબંધમાં થુથુકુડીના તિરુચેંદૂરના શ્રી સુબ્રમનિયા સ્વામી મંદિરના એમ. સીતારમણે એક જાહેરહીતની અરજી દાખલ કરી હતી. તેમણે પોતાની અરજીમાં મંદિરોની અંદર મોબાઈલ લઈ જવા પર પ્રતિબંધ લગાવાની માગ કરી હતી. જેથી ભક્તો મંદિરોમાં ફોટો ન પાડે અને વીડિયોગ્રાફી ન કરી શકે. તેમણે કહ્યું કે, આ નિયમો અને મંદિરોની સરક્ષા સાથે રમત થઈ રહી છે.

Follow Me:

Related Posts