fbpx
ગુજરાત

મધવાસ ગામે ડાંગરના પાકને વ્યાપક પ્રમાણમાં નુકસાનભારે પવન સાથે થયેલા વરસાદના કારણે ખેતરોમાં ડાંગરનો પાક નિષ્ફળ ગયો

મહીસાગર જિલ્લામાં છેલ્લા બે દિવસથી સતત વરસાદના કારણે ખેતીને વ્યાપક પ્રમાણમાં નુકસાન પહોંચ્યું છે. લુણાવાડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં વરસેલ વરસાદના કારણે ખેતીને નુકસાન પહોંચ્યું છે. જેને લઇ ખેડૂતોને રાતાપાણીએ રોવાનો વારો આવ્યો છે. લુણાવાડા તાલુકાના મધવાસ ગામે ખેડૂતો દ્વારા વાવેતર કરવામાં આવેલ ડાંગરના પાકને વ્યાપક પ્રમાણમાં નુકસાન પહોંચ્યું ભારે પવન સાથે વસેલ વરસાદના કારણે ખેતરોમાં ડાંગર નો પાક જામીન દોસ્ત થયો હતો.

ખેતરોમાં ઢીંચણ સમા પાણી ભરાયા છે જેને લઈ અને ખેડૂતોનો આડો પડેલ ડાંગર નો પાક બગડી જવાની સંભાવના ને લઈ અને ખેડૂતો માટે ઘાસચારો પણ નહીં બચે જેને લઇ પશુપાલનમાં પણ મોટા પ્રમાણમાં નુકસાન થવાની ભિતી સેવાઈ રહી છે, ત્યારે ખેડૂતો ચિંતિત બન્યા છે. મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના મધવાસ ગામમાં જ્યાં છેલ્લા બે દિવસથી વરસાદ વરસ્યો અને ગત રાત્રીએ ભારે પવન સાથે જે ધોધમાર વરસાદ પડ્યો તેને લઈ ને ખેડૂતોનો વાવેતર પડેલો ડાંગર, કપાસ, દિવેલા, સહિત ભીંડા ના પાકને ખેતરમાં નુકશાન થયું છે.

ત્યારે ડાંગરનો ઉભો પાક આડો થઈ ગયો અને ખેતરમાં ઢીંચણ સમા પાણી ભરાયા, જેને લઈ અને ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો. પાક તૈયાર થઈ અને લણણી ને થોડા દીવસની તૈયારી હતી ને વરસાદ અને પવન તારાજી કરી જેને લઈ ખેડૂતોની સ્થિતિ કફોડી બની છે, ત્યારે ખેડૂતો સરકાર પાસે વળતરની માંગ કરી રહ્યા છે. ખેડૂતો તેમની વેદના જણાવી રહ્યા છે કે મધવાસ ગામમાં ક્યારીની જમીન છે જેથી અહીંયા ડાંગરનો પાક વધુ પ્રમાણમાં થાય છે. જેથી અમારા ગામમાં ૩૦૦ થી વધુ હેક્ટર વિસ્તારમાં ડાંગરના પાકનું વાવેતર કરવામાં આવ્યું હતું. પરંતુ છેલ્લા બે દિવસથી જે ધોધમાર વરસાદ વરસ્યો તેને લઈ અને વ્યાપક પ્રમાણમાં નુકસાન પહોંચ્યું છે. ડાગરનો પાક આડો થઈ ગયો છે અને ખેતરોમાં પાણી ભરાયા છે, જેને લઇ અને ડાંગરનો પાક તો નહીં મળે પરંતુ પશુઓ માટે ઘાસચારો પણ નહીં બચે.

Follow Me:

Related Posts