મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં મહાકાલ મંદિરમાં આરતી દરમિયાન આગ લાગીમંદિરમાં લાગેલી આગમાં મુખ્ય પૂજારી સહિત ૧૩ લોકો દાઝી ગયા હતા
વડાપ્રધાન મોદીએ મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં મહાકાલ મંદિરમાં થયેલા ભયાનક દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો હતો. વાસ્તવમાં આખા દેશમાં સોમવારે એટલે કે ૨૫ માર્ચે હોળીની ઉજવણી કરવામાં આવી રહી છે. આ દરમિયાન ઉજ્જૈન મહાકાલ મંદિરમાં એક ભયાનક અકસ્માત થયો હતો. મંદિરમાં આરતી દરમિયાન આગ લાગી, અકસ્માતમાં મુખ્ય પૂજારી સહિત ૧૩ લોકો દાઝી ગયા.
પોસ્ટ શેર કરીને વડાપ્રધાન મોદીએ પીડિતોને જલ્દી સાજા થવાની કામના કરી અને રાજ્ય સરકારને પીડિતોને મદદ કરવા પણ કહ્યું. ઁસ્એ કહ્યું કે ઉજ્જૈનના મહાકાલ મંદિરમાં જે દુર્ઘટના થઈ તે અત્યંત દુઃખદાયક છે. હું આ દુર્ઘટનામાં ઘાયલ થયેલા તમામ ભક્તોના ઝડપથી સ્વસ્થ થવાની કામના કરું છું. રાજ્ય સરકારની દેખરેખ હેઠળ, સ્થાનિક વહીવટીતંત્ર પીડિતોને દરેક શક્ય મદદમાં રોકાયેલું છે.
આ ભયાનક અકસ્માત દરમિયાન રાજ્યના સીએમ મોહન યાદવના પુત્ર અને પુત્રી પણ મંદિરમાં હાજર હતા. મુખ્ય પૂજારી સહિત ૧૩ લોકો દાઝી જવાના સમાચાર સામે આવ્યા છે. સીએમ મોહન યાદવ મહાકાલ મંદિરમાં અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોને મળવા ઈન્દોરની અરબિંદો હોસ્પિટલ પહોંચ્યા હતા, જ્યાં તેમણે પીડિતોની સ્થિતિ વિશે પૂછપરછ કરી હતી અને ડોક્ટરો સાથે પણ ચર્ચા કરી હતી. આ દરમિયાન શહેરી વિકાસ અને આવાસ મંત્રી કૈલાશ વિજયવર્ગીય અને તુલસીરામ સિલાવત પણ હાજર હતા.
ગૃહમંત્રી અમિત શાહે ઉજ્જૈનના મહાકાલ મંદિરમાં થયેલા અકસ્માત અંગે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી અને માહિતી આપી કે તેમણે રાજ્યના મુખ્યમંત્રી સાથે ફોન પર વાત કરી છે. અમિત શાહે પોસ્ટ શેર કરીને લખ્યું કે તેમણે મુખ્યમંત્રી શ્રી મોહન યાદવ સાથે વાત કરી અને શ્રી મહાકાલ મંદિરમાં આગની ઘટના અંગે માહિતી મેળવી. સ્થાનિક પ્રશાસન ઘાયલોને મદદ અને સારવાર આપી રહ્યું છે. હું બાબા મહાકાલને પ્રાર્થના કરું છું કે ઘાયલો ઝડપથી સાજા થાય.
મધ્યપ્રદેશના મહાકાલ મંદિરમાં સોમવારે સવારે હોળી નિમિત્તે યોજાઈ રહેલી ભસ્મ આરતી દરમિયાન મોટો અકસ્માત થયો હતો. આરતી દરમિયાન મંદિર ભક્તોની ભીડથી ભરચક હતું. સાથે જ ગુલાલ ઉડાડતા જ આગ ભભૂકી ઉઠી હતી. આ આગમાં મુખ્ય પૂજારી સહિત ૧૩ લોકો દાઝી ગયા હતા.ઉજ્જૈનના કલેક્ટર નીરજ કુમાર સિંહે આ દુર્ઘટના અંગે માહિતી આપતા કહ્યું કે, મહાકાલ મંદિરમાં ભસ્મ આરતી દરમિયાન ગર્ભગૃહની અંદર કપૂરની આગ લાગી હતી. કલેક્ટરે જણાવ્યું કે ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે અને દરેક ખતરાની બહાર છે.
Recent Comments