fbpx
રાષ્ટ્રીય

મધ્યપ્રદેશના કુનો નેશનલ પાર્કમાં વધુ એક ચિત્તા ‘શૌર્ય’નું મોત થયું

મધ્યપ્રદેશના કુનો નેશનલ પાર્કમાં ૧૦માં ચિત્તાનું મોત થયું છે. આ વાતની પુષ્ટિ પાર્કના અધિકારીઓએ કરી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે કુનો નેશનલ પાર્કમાં નામીબિયાથી લાવવામાં આવેલા ચિત્તાનું મોત થઈ ગયું છે. લાયન પ્રોજેક્ટના નિર્દેશકે કહ્યું છે કે મંગળવારે બપોરે લગભગ ૩ વાગ્યે ચિત્તાનું મોત થયું છે. સવારે ૧૧ વાગ્યે વન વિભાગની ટીમે શૌર્યને તેના વાડમાં બેભાન હાલતમાં મળ્યો હતો, ત્યારબાદ તેને સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો, પરંતુ તેનો જીવ બચાવી ન શકાયો. અધિકારીઓએ કહ્યું કે ચિત્તાના પોસ્ટમોર્ટમ પછી જ ખબર પડશે કે મોતનું કારણ શું છે.

તમને જણાવી દઈએ કે ચિત્તા પ્રોજેક્ટ શરુ થયા બાદ કુનો નેશનલ પાર્કમાં અત્યાર સુધી શૌર્ય સાથે ૧૦ ચિત્તાના મોત થયા છે. તમને જણાવી દઈએ કે ચિત્તા પ્રોજેક્ટની શરુઆત થઈ તે સમયે ૧૭ સપ્ટેમ્બરે નામીબિયાથી શૌર્યને અહીં લાવવામાં આવ્યો હતો.કુલ ૮ ચિત્તા નામીબિયાથી લાવવામાં આવ્યા હતા. આ પછી સાઉથ આફ્રિકાથી ૧૨ ચિત્તા લાવવમાં આવ્યા હતા. આ બધું ચિત્તા રિવાઈવલ કાર્યક્રમ હેઠળ કરવામાં આવ્યું હતું. ભારતમાં સંપૂર્ણપણે લુપ્ત થઈ ગયેલી આ પ્રજાતિને બચાવવા માટે આ ખાસ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો હતો.

કુલ ૨૦ ચિત્તાને કુનો નેશનલ પાર્કમાં છોડવામાં આવ્યા હતા. તમને જણાવી દઈએ કે કુનો નેશનલ પાર્કમાં અલગ અલગ કારણોથી અત્યાર સુધી કુલ ૧૦ ચિત્તાના મોત થયા છે. મૃત્યુ પામેલા ૧૦ ચિત્તામાં ત્રણ બચ્ચાનો પણ સમાવેશ થાય છે, જે કુનો પાર્કમાં જ જન્મયા હતા. તમને જણાવી દઈએ કે માદા ચિત્તા જ્વાલાએ કુનો પાર્કમાં જ ૪ બચ્ચાને જન્મ આપ્યો હતો. જેમાંથી ૩ના મોત અલગ-અલગ કારણોસર થયા છે. જાેકે, જ્વાલાનું એક બચ્ચું હાજર છે અને સ્વસ્થ છે.

Follow Me:

Related Posts