આજના જમાનામાં યુવકો અને નાના ટાબરિયાઓ અવારનવાર એવા કામ કરી બેસે છે કે પછી તેમને અને તેમના પરિવારને મોટું પરીરામ ભોગવવું પડે છે.. અને એમાં પણ આજકાલના યુવકો સોશિયલ મીડિયા પર પોતાના એકાઉન્ટમાં લાઈક્સ અને ફોલોઅર્સ વધારવાના ચક્કરમાં ક્યારેક જીવને જાેખમમાં મુકતા હોય છે. અને આવો જ એક સ્ટંટનો વીડિયો મધ્યપ્રદેશના ધાર ગામનો વાયરલ થયો હતો. જેમાં કેટલાક યુવાનોએ ત્યાના જાણીતા દેવીજી મંદિરના પગથિયા પર સ્ટ્ઠરૈહઙ્ઘટ્ઠિ ્ૐછઇ જીપ ચડાવવાનો પ્રયાસ કર્યો હતો. જેનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. વીડિયો વાયરલ થતાં જ નૌગાંવ પોલીસ એક્શનમાં આવી હતી અને ત્રણેય યુવકો વિરૂદ્ધ કાર્યવાહી કરી હતી. સ્ટંટમેનની ધરપકડ કરીને તેની પાસે ૩૫૦૦ રૂપિયાનો દંડ પણ વસૂલ્યો હતો. સાથે જ યુવક પાસે ભવિષ્યમાં આવા કોઈ જ પ્રકારના સ્ટંટ ન કરવા માટે માફી માગતો વીડિયો પણ બનાવડાવવામાં આવ્યો હતો.
મધ્યપ્રદેશના ધારમાં મંદિરના પગથિયા પરTHAR જીપ ચડાવવાનો વીડિયો વાયરલનૌગાંવ પોલીસે યુવકો વિરૂદ્ધ કાર્યવાહી કરી, સ્ટંટમેનની ધરપકડ કરીને ૩૫૦૦નો દંડ વસૂલ્યો

Recent Comments