રાષ્ટ્રીય

મધ્યપ્રદેશના રતલામમાં ઝડપી કારે રસ્તા પર કામ કરતા મજૂરોને કચડી નાંખ્યા,૪ મજૂરોના ઘટનાસ્થળે જ મોત

મધ્યપ્રદેશના રતલામ જિલ્લામાં એક દર્દનાક માર્ગ અકસ્માત થયો છે. અહીં એક ઝડપી કારે રસ્તા પર કામ કરતા મજૂરોને કચડી નાખ્યા હતા. આ અકસ્માતમાં ૪ મજૂરોના ઘટનાસ્થળે જ મોત થયા હતા જ્યારે ૮ મજૂરો ગંભીર રીતે ઘાયલ થયા હતા. એસપી અભિષેક તિવારીએ જણાવ્યું કે ઘાયલોને જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ ઘટના બિલપંક પોલીસ સ્ટેશન વિસ્તારના જમુનિયા ફાંટે પાસે બની હતી. પ્રત્યક્ષદર્શીઓનું કહેવું છે કે મજૂરો ફોરલેનની સાઈડિંગ પર કામ કરી રહ્યા હતા. ફોરલેન પર ૧૦૦ મીટર દૂર સાઈન બોર્ડ પણ લગાવવામાં આવ્યા હતા. આમ છતાં બેકાબૂ કારે ફોરલેન સાઇડિંગ પર કામ કરી રહેલા એક ડઝનથી વધુ મજૂરોને કચડી નાખ્યા હતા.

ટક્કર એટલી જાેરદાર હતી કે ૪ મજૂરોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. તમામ મજૂરો એક જ પરિવારના કહેવાય છે. મૃતકો ઉત્તર પ્રદેશના અલીગઢના રહેવાસી છે. ઘટનાની જાણ થતાં જ આસપાસના ગ્રામજનો અને ટોલ કર્મચારીઓ પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. લોકોની મદદથી ઘાયલ મજૂરોને એમ્બ્યુલન્સ અને લોડીંગ વાહનની મદદથી જિલ્લા હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતાં રતલામ ગ્રામ્યના ધારાસભ્ય દિલીપ મકવાણા પણ હોસ્પિટલ પહોંચ્યા હતા. તેમણે દર્દીઓની સારવાર માટે તબીબોને જરૂરી માર્ગદર્શન આપ્યું છે. મળતી માહિતી મુજબ, આરોપી કાર ચાલકને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે. બિલપંક પોલીસ સ્ટેશને આ મામલે તપાસ શરૂ કરી છે.

Related Posts