fbpx
રાષ્ટ્રીય

મધ્યપ્રદેશમાં પુરપાટ ઝડપે આવતી ટ્રકે ૩ બસોને મારી ટક્કર, ૧૩ના મોત, ૫૦થી વધુ ઘાયલ

મધ્ય પ્રદેશના સીધી જિલ્લામાં ૨૪ ફેબ્રુઆરીની રાતે ભયંકર અકસ્માત થયો હતો. પુલ સ્પીડ આવતા ટ્રકે ત્રણ બસોને જાેરદાર ટક્કર મારી હતી. આ દુર્ઘટનામાં ૧૩ લોકોના મોત થઈ ગયા હતા, જ્યારે ૫૦થી વધારે લોકો ઘાયલ થયા હતા. આ દુર્ઘટના પર ગૃહમંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ સહિત કેટલાય નેતાઓએ દુઃખ વ્યક્ત કર્યા હતા.

મુખ્યમંત્રી શિવરાજ રાતના સમયે ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને ઘાયલોના હાલચાલ પુછ્યા હતા. તેમણે મૃતકોના પરિવારના ૧૦-૧૦ લાખ રૂપિયા, ગંભીર રીતે ઘાયલ લોકોને ૨-૨ લાખ રૂપિયા તથા સાધારણ રીતે ઘાયલ લોકોને ૧-૧ લાખ રૂપિયા આર્થિક સહાય આપવાની જાહેરાત કરી હતી. સીએમ શિવરાજે એવું પણ કહ્યું કે, જાે મૃતકોના પરિવારજનોમાંથી કોઈ સરકારી નોકરી લાયક હશે, તેને તેની યોગ્યતા અનુસાર નોકરી પણ આપવામા આવશે. દુર્ઘટનાને લઈને પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજય સિંહે મૃતકોના પરિવારને ૫૦ લાખ રૂપિયા આપવાની તથા ઘાયલોને ૫ લાખ રૂપિયા આપવાની માગ કરી છે. જાણકારી અનુસાર, દુર્ઘટના ત્યારે થઈ જ્યારે રાતના લગભગ ૯ કલાકે ત્રણ બસો મોબનિયા ટનલ નજીક પહોંચી હતી અને તેને ફુલ સ્પિડે આવતા ટ્રકે ટક્કર મારી હતી.

ટક્કરના કારણે બંને બસો ખીણમાં જઈ પડી હતી અને એક બસ રસ્તા પર પલ્ટી ખાઈ ગઈ હતી. ફુલ સ્પિડે આવતા ટ્રકના પૈડા ફાટી ગયા હતા. તેના કારણે આ ટ્રક બેકાબૂ થયો હતો. ત્રણેય બસ સતનાથી અમિત શાહના કાર્યક્રમમાંથી પરત આવી રહી હતી. દુર્ઘટના બાદ સીએમ શિવરાજ સિંહે ટિ્‌વટ કર્યું, રિવા મેડિકલ કોલેજ અને સંજય ગાંધી હોસ્પિટલમાં પહોંચીને પીડિત પરિવારોની મુલાકાત લીધી હતી. તથા મેડિકલ સુવિધા આપવાની વાત કહી હતી. આ ઉપરાંત મૃતકોના પરિવારને ૧૦-૧૦ લાખની સહાયતા આપવાની પણ જાહેરાત કરી છે.

Follow Me:

Related Posts