મધ્ય પ્રદેશના રતલામ જિલ્લામાં હોબાળો મચ્યો છે, અહીં નેશનલ બૉડી બિલ્ડિંગ કોમ્પિટીશન હતી. આ કોમ્પિટીશનમાં મહિલા સ્પર્ધકોએ પણ ભાગ લીધો હતો. હોબાળો તો ત્યારે થયો, જ્યારે મહિલા બોડી બિલ્ડર ભગવાન હનુમાનની મૂર્તિ સામે ટૂ-પીસમાં રેમ્પ વૉક અને ડાંસ કરવા લાગી. આ મામલાને લઈને કોંગ્રેસ ભાજપ પર આકરા પ્રહારો કર્યા છે. કોંગ્રેસે ભાજપ પર અશ્લીલતા ફેલાવા અને ભારતીય સંસ્કૃતિની મજાક ઉડાવાનો આરોપ લગાવ્યો છે.
હિન્દુ સંગઠનોએ પણ આ ઘટનાને લઈને વાંધો ઉઠાવ્યો છે કે, કોમ્પિટીશન હોલમાં સુંદરકાંડ કરશે અને તેને ગંગાજળથી સાફ કરશે. અહીં ઉલ્લેખનિય છે કે, રતલામમાં ૫ માર્ચે થયેલી બોડી બિલ્ડિંગ સ્પર્ધા વિવાદોમાં આવી ગઈ છે. ભાજપ પર ભગવાન બજરંગબલીની પ્રતિમા સામે અશ્લીલતા પિરસવાનો ગંભીર આરોપ લગાવ્યો છે. આ આયોજન રતલામ મેયર પ્રહલાદ પટેલની અધ્યક્ષતાવાળી સમિતિએ કરાવ્યો હતો.
આ ઘટનાને ળઈને જનતાએ સોશિયલ મીડિયા પર આકરી પ્રતિક્રિયા આપી છે. બીજી તરફ મંચ પર ભગવાન હનુમાનની સામે મહિલા સ્પર્ધકોના અંગ પ્રદર્શનને લઈને કોંગ્રેસ ભાજપનો ઘેરાવ કર્યો છે. કોંગ્રેસે આયોજનને અશ્લીલતા પિરસવા અને ભારતીય સંસ્કૃતિની મજાક સમાન ગણાવ્યું હતું. યુવક કોંગ્રેસે કહ્યું કે, તેઓે હવે આ આયોજન સ્થળ પર સુંદરકાંડ કરશે અને તેને ગંગાજળથી સાફ કરશે.
Recent Comments