રાષ્ટ્રીય

મધ્યપ્રદેશમાં હાઈસ્પીડ ટ્રકે મહિલાને કચડી નાંખતા મોત

મધ્યપ્રદેશના નર્મદાપુરમમાં એક ઝડપી આવી રહેલી એક ટ્રકે એક બાઇકને ટક્કર મારી હતી. જેનાથી તેના પર સવાર બે બાળકો સહિત બે લોકો નીચે પડી ગયાં હતાં. આ દરમિયાન ટ્રકના ટાયરની નીચે એક વૃદ્ધા આવી જતાં તેનું મોત થયું હતું. જ્યારે તેમનાં પુત્ર અને પૌત્ર-પૌત્રી બચી ગયાં હતાં. આ અકસ્માત એટલો ઝડપથી બની ગયો હતો કે લોકો કંઈ સમજે તેની પહેલાં ટ્રક તે વૃદ્ધાને કચડીને નીકળી ગઇ હતી. ત્યાં હાજર રહેલા લોકો પણ ચિચિયારીઓ પાડી ઊઠ્‌યા હતા. નર્મદાપુરના માખન નગરમાં થયો હતો. આ ઘટના ત્યાં લાગેલા ઝ્રઝ્ર્‌ફ કેમેરામાં કેદ થઈ ગયા હતા.

વીડિયોમાં દેખાય છે કે ટ્રક ખૂબ જ સ્પીડમાં આવીને બાઇકને ટક્કર મારી દે છે. આ વીડિયોમાં એ પણ દેખાય છે કે એક રસ્તે જનાર માણસ પોતાનું માથું પકડીને હાંફળો-ફાંફળો થઈ જાય છે. પોલીસના જણાવ્યા પ્રમાણે મૃતકનું નામ ભગવતી દેવી (૫૨) છે. તેઓ પોતાના પુત્ર વિનોદ મેહરા અને પૌત્ર-પૌત્રી સાથે બાઇક પર સંબંધીને ત્યાં ગયાં હતાં. ઘરે પરત ફરતી વખતે આ એક્સિડન્ટ થયો હતો. આ અકસ્માત સાંજે અંદાજે ૬ઃ૧૫ વાગે બન્યો હતો. સ્પીડમાં આવી રહેલી ટ્રકે (સ્ઁ ૦૯ ૐહ્લ ૦૩૭૭) બાઇકને પાછળથી ટક્કર મારીને નીકળી ગઇ હતી. આ ટક્કરથી બાઇક પર બેઠેલા વિનોદ અને તેમનાં બન્ને બાળકો એક તરફ પડી ગયાં હતાં. તો વિનોદનાં માતા રસ્તા સાઇડ પડી ગયાં હતાં. જેના કારણે તેઓ ટ્રકની નીચે આવી ગયાં હતાં. તે ટ્રક તેમને કચડીને નીકળી ગઇ હતી. આ અકસ્માત પછી લોકોની ભીડ થઈ ગઈ હતી. બાઇક પર વિનોદ મેહરા, તેની માતા ભગવતી દેવી અને ૧૪ વર્ષની પુત્રી અને ૩ વર્ષનો પુત્ર સવાર હતા.

ઘટનાના થોડી જ સેકન્ડમાં વૃદ્ધાએ દમ તોડી દીધો હતો. પુત્ર તરત જ ઊઠીને માતા પાસે ગયો હતો. તેની પુત્રી પણ તેના ભાઈને તેડીને તેની દાદી પાસે ગઈ હતી. જ્યાં તેઓ રડીને ભગવતી દેવીને ઉઠાડવાનો પ્રયાસ કરી રહ્યાં હતાં. નર્મદાપુરમના જીૈં ખુમાન સિંહે જણાવ્યું હતું કે ટ્રકે કચડતાં બાઇક ઉપર સવાર વૃદ્ધાનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું. વૃદ્ધાના મૃતદેહને સ્થાનિક હોસ્પિટલમાં રાખવામાં આવ્યો હતો. આ પછી તેમનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. તે ટ્રક ડ્રાઇવરની વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો છે. ટ્રકને કબજે કરવામાં આવી છે.

Related Posts