fbpx
રાષ્ટ્રીય

મધ્યપ્રદેશ ઈન્દોરમાં ૪ થી ૧૬ વર્ષની વયની છોકરીઓએ પોલીસને તેમની આપવીતી સંભળાવી

અનાથાશ્રમની યુવતીઓએ સ્ટાફના સભ્યો પર દુર્વ્યવહાર અને અત્યાચારનો આરોપ લગાવ્યો, ઈન્દોર પોલીસે અનાથાશ્રમના ૪ કર્મચારીઓ વિરુદ્ધ કેસ નોંધ્યો મધ્યપ્રદેશના ઈન્દોરમાં સ્થિત અનાથાશ્રમની યુવતીઓએ સ્ટાફના સભ્યો પર ગંભીર આરોપ લગાવ્યા છે. અહીં, જ્યારે ૪ થી ૧૬ વર્ષની વયની છોકરીઓએ પોલીસને તેમની આપવીતી સંભળાવી, તો અધિકારીઓ પણ હેરાન રહી ગયા. આ મામલે ફરિયાદના આધારે ઈન્દોર પોલીસે અનાથાશ્રમના ૪ કર્મચારીઓ વિરુદ્ધ કેસ નોંધ્યો છે. પોલીસ આ સમગ્ર મામલાની ગંભીરતાથી તપાસ કરી રહી છે. મળતી માહિતી મુજબ ઈન્દોરના અનાથ આશ્રમની ૨૧ છોકરીઓએ સ્ટાફ પર ટોર્ચર કરવાનો આરોપ લગાવ્યો છે.

છોકરીઓનો આરોપ છે કે તેને કપડા કઢાવીને લોખંડના ચીપીયા અને સાણસીથી ડામ આપવામાં આવતા હતા. જબદસ્તી લાલ મરચાનો ધુંમાડો કરી છોકરીઓને તેમાં રખાતી હતી. તમને જણાવી દઈએ કે ૧૩ જાન્યુઆરીએ ચાઈલ્ડ વેલફેર કમિટી (ઝ્રઉઝ્ર)ની ટીમે ઈન્દોરમાં વાત્સલ્યપુરમ જૈન ટ્રસ્ટ દ્વારા સંચાલિત અનાથાશ્રમમાં ઓચિંતી તપાસ કરી હતી. આ પછી એક ચોંકાવનારો ખુલાસો થયો છે. ઈન્દોરના એડિશનલ ડેપ્યુટી કમિશનર ઑફ પોલીસ અમરેન્દ્ર સિંહે કહ્યું કે યુવતીઓએ તેમના નિવેદનમાં ઉત્પીડન વિશે જણાવ્યું છે.

જેના આધારે પોલીસે વાત્સલ્યપુરમ જૈન ટ્રસ્ટના ચાર કાર્યકરો સામે ગુનો નોંધ્યો છે. આરોપીઓની ઓળખ આયુષી, સુજાતા, સુમન, આરતી અને બબલી તરીકે થઈ છે. ઈન્દોરના કલેક્ટર આશિષ સિંહે જણાવ્યું કે અનાથાશ્રમમાં રહેતી છોકરીઓ અલગ-અલગ જિલ્લાની છે. તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે આ યુવતીઓ સાથે દુર્વ્યવહાર કરવામાં આવ્યો હતો. અમે આ મામલે વ્યાપક તપાસ શરૂ કરી છે. ઝ્રઉઝ્રના રિપોર્ટ બાદ યોગ્ય કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી છે. આ મામલે વધુ તપાસ ચાલી રહી છે.

Follow Me:

Related Posts