મધ્યપ્રદેશ ભોપાલ ખાતે ભારતીય કિસાન સંધ નું રાષ્ટ્રીય ૧૩ મુ અધિવેશન અનેકો મહત્વ ના નિર્ણય સાથે સંપન્ન
ભોપાલ ભારતીય કિસાન સંઘનું ૧૩ મું રાષ્ટ્રીય અધિવેશન ભોપાલ(મ.પ્ર)ખાતે સંપન્ન ૨૦૨૫ સુધી ૧ લાખ પંચાયતો સુધી સદસ્યતાના લક્ષ સાથે સમાપનદેશભરના તમામ રાજયોમાંથી ૧૪૦૦ પ્રતિનિધીઓએ હાજરી આપી.૨૦૦ મહિલા સહિત. ભારતના પૂર્વોતર રાજ્યોમાં માર્કેટયાર્ડો અને માળખાકીય સુવિધાઓના અભાવ અને કાર્બન ઉત્સર્જન અને જૈવિક કૃષિ—વિષયે ઠરાવો પસાર કરાયા.ભોપાલ રાજાભોજની મહાનગરીમાં દેશભરના વેશભૂષા સાથે પ્રતિનિધીઓની સ્થાનિક કિસાનો સાથે યોજાઈ વિશાળ શોભાયાત્રા.ખુલ્લા અધિવેશનમાં લાગતના આધાર પર લાભકારી ભાવો આપવા કેન્દ્ર સરકારને અપાયું અલ્ટીમેટમઃ—સભામાં ગુજરાત પ્રદેશ પ્રમુખ શ્રી જગમાલભાઈ આર્ય ઘ્વારા ગુજરાતી ભાષામાં વિશેષ કથન થયું.ખેતી ખર્ચના આધારે લાભકારી ભાવ કિસાનોનો અધિકાર–ભા.કિ.સંઘ. અધિવેશનમાં ગુજરાત રાજયનાં સંગઠનનું વિશેષ વૃત પ્ર.મહામંત્રી શ્રી આર.કે.પટેલ ઘ્વારા રજુ થયું.અધિવેશન માં ૫૮ સદસ્યોની નવીન અ.ભારતીય કાર્યકારિણી નિયુકત કરાઈ. રાજસ્થાનના શ્રી બદ્રીનારાયણ ચૈાધરી અધ્યક્ષ સ્થાને અને ઓરીસ્સાના શ્રી મોહિની મોહન મિશ્રા મહામંત્રી બન્યા.ગુજરાતમાંથી રાષ્ટ્રીય મંત્રી તરીકે શ્રી બાબુભાઈ પટેલ સહિત ચાર સદસ્યોની નિયુકતીઃ—મા.અંબુભાઈ પટેલ અને શ્રી વિઠ્ઠલભાઈ દૂધાત્રા રાષ્ટ્રીય સદસ્ય અને કુ.કલ્પનાબેન પટેલ રાષ્ટ્રીય સહ મહિલા સંયોજીકા તરીકે નિયુકત થયા.ગુજરાત માંથી ૨૭ જીલ્લા માંથી ૯૦ પ્રતિનિધીઓ રહયા ઉપસ્થિત
Recent Comments