*મ્હે.અમરેલી જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી હિમકર સિંહ સાહેબ તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી કે.જે.ચૌધરી સાહેબ સા.કુંડલા વિભાગ સા.કુંડલાનાઓએ પોલીસ સ્ટેશનમાં આવતા અરજદારો સાથે માનવીય અભિગમ દાખવવાં સુચના અને માર્ગદર્શન આપેલ હોય જે અન્વયે*
ગઇકાલ તા.૦૯/૦૭/૨૦૨૨ ના રોજ સવારના આશરે નવેક વાગ્યાની આસપાસ રાજુલા ટાઉન બીટ ઇન્ચાર્જ હેઙ.કોન્સ ભરતભાઇ મુહાભાઇ વાળા તથા તથા પોલીસ સ્ટાફ પો.સ્ટે.માં હાજર હતા તે વખતે એક ત્રીસેક વષૅની એક મહીલા પો.સ્ટે.માં આવેલ અને હિન્દી ભાષામાં જણાવેલ કે તે ગઇકાલે જ મધ્યપ્રદેશના ઉમરવાની તા.જી.બૈતુલ ખાતેથી અહીં રાજુલા આવેલ છે અને તેને પોતાના પતિએ ઘરેથી કાઢી મુકેલ છે.તેમના પતિ રાજુલામાં કયાં રહે છે તેની તથા તેમનો મોબાઇલ નંબર પણ તેમની પાસે ન હોય જેથી તેમના પતિનો સંપર્ક કરવો મુશ્કેલ હતો પરંતુ રાજુલા પો.સ્ટે.ના પોલીસ ઇન્સપેકટર શ્રી એ.એમ.દેસાઇ સાહેબની સુચના અને માર્ગદર્શન હેઠળ મહીલા એ.એસ.આઇ કિરણબેન પ્રતાપભાઇ તથા પો.કોન્સ દયાબેન ગભરૂભાઇનાઓએ તેઓને આશ્વાસન આપી ચા-નાસ્તો કરાવી,વાતચીત કરતાં મહીલાએ પોતાનું નામ રોશનબેન અને તેમના પતિનું નામ રામપાલ યાદવ હોવાનું જણાવેલ.અને વાતચીત દરમ્યાન મહીલાનું માનસિક સમતુંલન બરાબર ન હોવાનું જણાઇ આવેલ અને મહીલાના કહેવા મુજબ રાજુલા મફતપરા વિસ્તાર,રામ રાજય સોસા, બસ સ્ટેશન પાછળનો વિસ્તાર વિગરેમાં મહીલા પો.કોન્સ સાથે તેમના પતિની તપાસ કરેલ પરંતુ બહેન ગુજરાતી ભાષા જાણતા ન હોય અને રાજુલા પહેલ વખત જ આવેલ હોય તેમનું ઘર મળેલ નહીં.જેથી બહેનના પતિની તપાસ થવાં માટે તેઓનો ફોટો સોશ્યલ મીડીયામાં મોકલેલ જેમાં રાજુલા શહેરના પત્રકાર મિત્રો તથા રાજુલા શહેરના નાગરીકોનો સારો સહકાર મળેલ
બાદ રાજુલા શહેરમાં રહીને સિન્ટેકસ કંપનીમાં પરપ્રાંતિય લોકો નોકરી કરતા હોય જેથી તે દિશામાં તપાસ કરવાં લુણસાપુર સિન્ટેકક્ષ કંપનીના હેઙ. દાસ સાહેબનો સંપર્ક કરી રામપાલ યાદવ નામનો કોઇ વ્યકિત નોકરી કરતો હોય તો જાણ કરવાં જણાવતા આવા નામના ત્રણેક વ્યકિતઓ નોકરી કરતા હોવાની હકિકત જાણવા મળેલ.જે પૈકી એક માણસ તેરેક દિવસ નોકરી કરી હાલ રજા પર હોવાની હકિકત જાણવા મળેલ જેઓનો ફોન નંબર મેળવી સંપર્ક કરતા મોબાઇલ નંબર બંધ આવતો હતો. આમ તપાસ કરતાં કરતાં બપોરનો સમય થઇ ગયેલ હોય મહીલા બહેનને પો.સ્ટે.માં જ મહીલા પોલીસ દ્રારા બપોરનું ભોજન કરાવી પોલીસ સ્ટેશનમા બેસાડેલ હતા તે દરમ્યાન તેમના પતિનો મોબાઇલ નંબર શરૂ થતાં તેમનો સંપર્ક કરી પો.સ્ટે બોલાવતા તેઓએ હકિકત જણાવેલ કે ’’આ બહેન તેમના પત્ની છે અને તેને ગઇકાલે જ મધ્યપ્રદેશથી અહીં રાજુલા લાવેલ છે અને તે માનસિક બિમારીથી પીડાઇ છે.’’અને આજે સવારના સમયે પોતાના રૂમ પરથી કોઇને કહયા વગર નીકળી ગયેલ હોય તેઓ આ બાબતે પોતાની રીતે તપાસ કરતાં હોવાનું જણાવેલ
આમ ગુજરાતી ભાષાથી અજાણ પરપ્રાંતિય મહીલાને પોતાનો પતિ મળી જતાં તેઓએ રાજુલા પોલીસનો આભાર માનેલ આમ એક પરપ્રાંતિય મહીલાને તેમના પતિ સાથે ગણતરીની કલાકોમાં મિલન કરાવી,ખરા અર્થમાં પોલીસ પ્રજાનો મિત્ર છે તે સુત્રને સાર્થક કરેલ.
Recent Comments