fbpx
સૌરાષ્ટ - કચ્છ

મધ્ય ગીર કનકાઈ નજીક આવેલ સુવેરડી નેસમાં ૬ વર્ષના બાળક પર દીપડાનો હુમલો

વિસાવદર થી કનકાઈ જતા રસ્તાની બાજુમાં આવેલ સુવેરડી નેસમાં  ગતરાત્રીના પુંજાભાઈ માલાણી નામના માલધારી નો દીકરો આલો ઉંમર વર્ષ છ જમીને નેસડા ની બહાર રમતો હતો તેવામાં જંગલમાંથી આવેલા દીપડાએ આલા પર હુમલો કર્યો અને પીઠના પાછળના ભાગે ઇજાઓ કરી હતી જેથી રાડારાડ કરી મૂકતા માલધારી પરિવારના સભ્યો દોડીને આવ્યા અને દીપડાના મુખમાંથી પોતાના વહાલસોયા પુત્ર આલા ને છોડાવ્યો હતો દીપડાના પકડવાથી પીઠના ભાગે ઈજા થઈ હતી જેથી તેને સારવાર માટે વિસાવદર ની સરકારી હોસ્પિટલ અને ત્યાંથી વધુ સારવાર અર્થે જુનાગઢ ખસેડવામાં આવ્યો હતો આ અંગે વનવિભાગને જાણ થતાં આર.એફ.ઓ. સહિતના સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો અને દીપડાને પકડવા પાંજરૂ ગોઠવી દેવામાં આવ્યા હતા વનવિભાગના પાંજરામાં મોડીરાત્રીના હુમલાખોર દીપડાને કેદ થઈ ગયો હતો અને તેને સાસણ એનીમલ કેર સેન્ટરમાં મોકલી દેવામાં આવ્યો છે માલધારી ના પુત્ર પર હુમલાની ઘટના બનતા ભારે દોડધામ મચી હતી માલધારીઓના પરિવારમાં આવી આકસ્મિક દુર્ઘટના બને તો ભારે મુશ્કેલી સર્જાતી હોય છે કેમ કે ત્યાં ફોન કે ફોર વ્હીલ ની કોઈ વ્યવસ્થા હોતી નથી

Follow Me:

Related Posts