મધ્ય પ્રદેશના ધાર ગમખ્વાર માર્ગ અકસ્માત; ૭ લોકોના મોત, ૩ ઇજાગ્રસ્ત

મધ્ય પ્રદેશના ધાર જિલ્લામાં એક ગમખ્વાર માર્ગ અકસ્માત થયો હતો જેમાં, ૭ લોકોના મોત થયા હતા અને ૩ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. આ અકસ્માત બુધવારે (૧૨મી માર્ચ) મોડી રાત્રે બદનાવર-ઉજ્જૈન હાઈવે પર ગેસ ટેન્કર, ગાડી અને પિકઅપ વચ્ચે સર્જાયો હતો. આ અકસ્માત એટલો ભયંકર હતો કે, પિકઅપ ટેન્કર નીચે કચડાઈ ગયું હતું. મૃતકો રતલામ અને મંદસૌર જિલ્લાના રહેવાસી હતા.
આ અકસ્માતના પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, ગેસ ટેન્કર ખૂબ જ ઝડપથી રોંગ સાઈડમાં આવી રહ્યું હતું. તેની સામે આવી રહેલી કાર અને પિકઅપને ટક્કર મારી હતી. કાર અને પિકઅપમાં મુસાફરી કરી રહેલા લોકો અકસ્માતનો ભોગ બન્યા હતા. સ્થાનિક લોકોએ પોલીસ અને એમ્બ્યુલન્સને જાણ કરી. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને રાહત અને બચાવ કામગીરી શરૂ કરી દીધી હતી.
આ ગમખ્વાર માર્ગ અકસ્માતમાં સાત લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા અને ત્રણ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે અને તેમની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. અકસ્માતમાં મૃત્યુ પામેલા તમામ લોકો રતલામ અને મંદસૌર જિલ્લાના રહેવાસી હોવાનું કહેવાય છે. પોલીસે ગેસ ટેન્કર ચાલક વિરુદ્ધ ગુનો નોંધ્યો છે અને વધુ તપાસ ચાલુ છે. અકસ્માતનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. પોલીસ આ મામલાની ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે. અકસ્માત બાદ, ચાર રસ્તા પરનો ટ્રાફિક થોડા સમય માટે ખોરવાઈ ગયો હતો. બાદમાં, પોલીસે ક્રેનની મદદથી ક્ષતિગ્રસ્ત વાહનોને દૂર કર્યા હતા.
Recent Comments