fbpx
રાષ્ટ્રીય

મધ્ય પ્રદેશમાં પ્રેમીને હથોડાથી ઘૂંટણ ભાંગી નાંખ્યા


મધ્ય પ્રદેશમાં આવેલા શાજાપુરના મક્સી વિસ્તારમાં ભર બજારે પોલીસ ચોકીની સામે મારપીટનો એક વીડિયો સામે આવ્યો છે. યુવકને યુવતીના પિતા અને ભાઈ લવ મેરેજ કરવાની સજા આપી રહ્યા છે. યુવક અને યુવતિ બંને અલગ-અલગ જાતિના છે. વીડિયોમાં સ્પષ્ટ પણે જાેવા મળી રહ્યું છે કે પિતા અને ભાઈ યુવકને જમીન પર સુવડાવી માર મારી રહ્યા છે. તેના બંને ઘૂંટણો પર હથોડા જેવા હથિયાર વડે હુમલો કરવામાં આવી રહ્યો છે. યુવક મારપીટ બાદ ચાલી પણ નથી શકતો. મક્સીમાં રહેનાર પુષ્પક ભાવસાર નામના યુવકને તેના જ ઘરની પાડોશમાં રહેનારી રાધિકા પાટીદાર સાથે બે વર્ષથી અફેર ચાલી રહ્યુ હતું. બંને પોતાના ઘરથી ભાગીને ઈન્દોર પહોચી, ૨૪ ઓગસ્ટ ૨૦૨૧એ આર્ય સમાજમાં લગ્ન કરી દીધા હતાં. ત્યાર બાદ બંને પરિવારોનો વિવાદ પોલીસ સ્ટેશન સુધી પહોચ્યો. પોલીસ સ્ટેશનમાં બંને પક્ષોએ હોબાળો પણ કર્યો હતો. ત્યાર બાદ બંને સમાજના અગ્રણીઓના ઘર પર બેઠક પણ થઈ હતી.

ત્યાં સમજૂતી કરવામાં આવી અને યુવતી પોતાના પિતા સાથે ચાલી ગઈ. આના પછી પણ યુવતીના પિતા અખિલેશ પાટીદાર અને ભાઈનો ગુસ્સો શાંત ન થયો. બે દિવસ પહેલા તેમણે પુષ્પકને રસ્તામાં રોકીને હુમલો કરી દીધો અને ખૂબ મારપીટ કરી. પીડિતની તરફથી જણાવામાં આવ્યું કે અમે મક્સી પોલીસને ફરિયાદ કરી હતી, પરંતુ પોલીસે આરોપીઓ પર કાર્યવાહી કરવાની જગ્યાએ બંને પક્ષ વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે. પોલીસે હ્લૈંઇમાં લખ્યું કે બંનેની બાઈક અથડાવાથી મારપીટ કરવામાં આવી. ભરબજારે આવી પ્રવૃતિ કરાનારાઓ સામે કડક સજા થવી જાેઈએ. આ ઘટનાને લઈને ભાવસાર સમાજે વિરોધ દર્શાવતા જીઁને મક્સી પોલીસની કાર્યવાહીનો વિરોધ કર્યો હતો. જીર્ડ્ઢંઁ દીપા ડોડવેએ જણાવ્યું હતું કે મેક્સીના યુવાનોને માર માર્યા હોવાના વીડિયોમાં હથોડાથી હુમલાની વાત કરવામાં આવી છે,

હકીકતમાં તે હથોડી નથી, તે સલૂનની ખુરશીની પાછળ સપોર્ટર હેન્ડલ છે. બંને પક્ષો વચ્ચે હુમલો થયો હોવાથી ક્રોસ કેસ નોંધવામાં આવ્યો છે. જે પણ તપાસમાં દોષી સાબિત થશે તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.પોલીસે આ કેસમાં બંને પક્ષ પર મારપીટનો કેસ દાખલ કર્યો છે. પોલીસ આ વિવાદને બાઈક અથડાવાની ઘટના પછીનો વિવાદ દર્શાવી રહી છે. આ ઘટનાના વિરોધમાં મંગળવારે ભાવસાર સમાજના લોકોએ પ્રદર્શન કર્યુ. જીઁ પંકજ શ્રીવાસ્તવને મેમોરેન્ડમ સોંપીને કાર્યવાહી કરવાની માગ કરવામાં આવી છે.

Follow Me:

Related Posts