મધ્ય રેલેની પેસેન્જર મોબાઇલ એપમાં ટ્રેનોનું રિયલ- ટાઇમ ટ્રેકિંગ જાન્યુઆરીથી ઉપલબ્ધ થશે
હાલમાં એવી કોઇ મોબાઇલ એપ નથી કે જે એક્સપ્રેસ ટ્રેનોના ટાઇમ ટેબલ અને ટ્રેનોના લાઇવ લોકેશન વિશે સચોટ માહિતી આપે. આવી જાે આ સુવિધા ઉપલબ્ધ થશે તો રેલવે પ્રવાસીઓને મોટી રાહત મળશે. ભારતીય રેલવે અને ભારતીય અવકાશ સંશોધન સંસ્થાએ ટ્રોનોના રીયલ- ટાઇમ ટ્રેકિંગ સુનિશ્ચિત કરવા માટે સહિયારો પ્રયત્ન કર્યો છે. જે અનુસાર લોકોમોટીવ પર જીપીએસ લગાવવામાં આવ્યા છે. મોબાઇલમાં સેટેલાઇટ દ્વારા ટ ્રેનની વર્તમાન સ્થિતિ જાેઇ શકાશે. હાલમાં તેનું પરીક્ષણ ચાલી રહ્યું છે. અને ટેકનિકલ કામ બાકી છે. આ કામો ડિસેમ્બરના અંત સુધીમાં પૂર્ણ કરાશે. ત્યારબાદ નવા વર્ષમાં પ્રવાસીઓને આ સુવિધા ઉપલબ્ધ કરાશે તેવી માહિતી મળી છે.પર્યટન માટે બહારગામ જનારા પ્રવાસીઓને ટ્રેન સમયસર આવશે કે? તેની ચિંતા રહે છે. જાે કે નવા વર્ષમાં આ ચિંતા દૂર થઇ જશે. મેલ એક્સપ્રેસનું ટાઇમટેબલ અને ટ્રેન પહોંચવાનો વાસ્તવિક સમયની માહિતી પ્રવાસીઓને મળશે. મધ્ય રેલવેની પેસેન્જર મોબાઇલ એપમાં જાન્યુઆરીથી આ નવા ફિચરનો ઉમેરો થશે. ઘરેથી નિકળતા પહેલાં પ્રવાસીઓ મેલ-એક્સપ્રેસ સમયસર છે કે નહીં તેની ખાતરી કરી શકશે.
Recent Comments