રાષ્ટ્રીય

મનમોહન સિંહે વીડિયો શેર કરી ભાજપની રાજનીતિ પર આકરા પ્રહાર કર્યા, હું ઓછુ બોલ્યો અને કામ વધુ કર્યુ

પંજાબ સહિતના રાજ્યાેની ચૂંટણીઓનો જંગ જામ્યો છે. આ ચૂંટણી જંગમાં દેશના બે ટર્મ વડાપ્રધાન રહી ચુકેલા મનમોહન સિંહે એક વીડિયો જાહેર કર્યો છે. આ વીડિયોમાં મનમોહન સિંહે ભાજપ સરકાર પર આકરા પ્રહાર કર્યા છે.

પૂર્વ વડાપ્રધાને કહ્યુ કે, વર્તમાન સરકારનો રાષ્ટ્રવાદ નકલી છે. અંગ્રેજોની ફૂટ પડાવો અને રાજ કરો જેવી નીતી તેઓ ચલાવી રહ્યા છે. સરકાર દેશમાં જ નહીં પરંતુ વિદેશ નીતીમાં પણ એટલી જ નિષ્ફળ સાબિત થઈ છે. 

આ ઉપરાંત તેમને મોંઘવારીનાે ઉલ્લેખ કરતા કહ્યું કે, અર્થવ્યવસ્થા અને મોઘવારીની અસર ખાેટી નીતીઓને કારણે થઈ છે. 7 વર્ષથી તેઓ ભૂલ સ્વિકારતા નથી અને કોંગ્રેસ સરકારને જવાબદાર ગણે છે. 

હું ઓછું બાેલીને વધુ કામ કરતાે હતો. વડાપ્રધાન બની વધુ બાેલવાની જગ્યાએ વધુ કામ કરીને બતાવ્યું છે. અમે રાજકીય લાભ માટે દેશના ભાગલા નથી પાડ્યા, ક્યારેય સાચું છે તેને છુપાવવાનાે પ્રયત્ન નથી કર્યાે આમ તેમને એમ પણ કહ્યું કે, ચીને આપણા દેશની સરહદ પર કબ્જાે જમાવ્યાે છે આ વાતને છુપાવવામાં આવી રહી છે. પરંતુ સત્ય કોઈ દિવસ સામે આવ્યા વિના રહેતું નથી તેવું તેમને વીડિયોમાં જણાવ્યુ હતું. 

Follow Me:

Related Posts