ગુજરાત

મનસુખ વસાવાએ કુળદેવી મા પંડોરી માતાનાં દર્શન કરી પ્રચાર પ્રસાર શરૂ કર્યા

બીજેપી માંથી સતત સાતમી વખત ચૂંટણી લડી રહેલા સાંસદ મનસુખ વસાવાએ દેવમોગરામાં ઉપસ્થિત રહી કુળદેવી માં પંડોરી માતાને સમાજ ના ઉત્થાન માટે પ્રાર્થના કરી પ્રચાર પ્રસાર શરૂ કર્યો છે તેઓ નું માનવું છેકે પ્રચાર કરવા માટે છેલ્લા એક વર્ષથી પ્રયત્ન શરૂ કર્યો છે અમારે ભાજપ ને જીતાડવાનું છે મને ટિકિટ આપી છે એટલે ફરી મારી જીત નક્કી છે કેમ કે અમે બૂથ કેન્દ્ર શક્તિ કેન્દ્ર સુધી કામ કરનારા છે સાતમી વખત પણ રમતા રમતા જીતી જવાના છે અને માતાજી કુળ દેવી છે જે માંગો તે મળે છે અને એટલે જ રાષ્ટ્‌ના કલ્યાણ માટે પ્રાર્થના કરતા હોય છે

જાેકે દેવમોગરા ખાતે આવેલ માં પાંડુરી એ આદિવાસીઓની કુળદેવી ગણવામાં આવે છે અહીં જે પણ કોઈ સાચા મન થી માગે એ મળી જાય છે. આ માતાજી સાંસદ મનસુખ વસાવાના પણ કુળદેવી છે માટે સાંસદ દ્વારા પણ આદિવાસી રીતરિવાજ મુજબ માં પાંડુરી ને ચઢાવો ચઢાવી લોકસભાની ચૂંટણીનો પ્રચાર પ્રસાર શરૂ કરવામાં આવ્યાં છે આજે સાગબારા અને ડેડીયાપાડા એ ભરૂચ લોકસભા વિસ્તારમાં આવે છે અને આ સીટ પર આદિવાસીઓના મત નિર્ણાયક મતો ગણવામાં આવે છે. જેને ભરૂચ લોકસભામાં આદિવાસીઓના મત મળે એ વિજય થાય છે એટલે જ આ વિસ્તાર મા આદિવાસીઓની કુળદેવી મંદિરે કોઈ પણ ભરૂચ લોકસભાના ઉમેદવાર એકવાર દર્શન કરવા જવું જ પડે છે.

પરંતુ આ વિસ્તારના લોકો સાંસદ મનસુખ વસાવાને ભાઈ તરીકે ઓળખે છે. ભાજપમાંથી સતત સાતમી વખત લોકસભાની ચૂંટણી લડી રહેલા સાંસદ મનસુખ વસાવાએ દેવમોગરામાં કુળદેવીના દર્શન કરીને પ્રચારનો પ્રારંભ કર્યો છે.. દેવમોગરા ખાતે ઉપસ્થિત પંડોરી માતાને સમાજના ઉત્થાન માટે મનસુખ વસાવાએ પ્રાર્થના કરી હતી. આદિવાસી રીતરિવાજ મુજબ મા પાંડુરીને ચઢાવો ચઢાવીને લોકસભાની ચૂંટણી માટે પ્રચાર શરૂ કર્યો હતો. માતાજીના આશીર્વાદ મેળવીને મનસુખ વસાવાએ ૨૦૨૪માં જંગી લીડ સાથે ચૂંટણી જીતવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. મનસુખ વસાવાએ દાવો કર્યો કે, કુળદેવી માતાજીના આશીર્વાદથી આ વખતે પણ લોકસભા ચૂંટણીમાં ઐતિહાસિક જીત મેળવીશ.

Follow Me:

Related Posts