fbpx
ગુજરાત

મનિષ સિસોદીયાના ટ્વીટનો જીતુ વાઘાણીએ આપ્યો જવાબ, સપનાઓ જોવે છે

ગઈ કાલના જીતુ વાઘાણીના નિવેદન બાદ દિલ્હીના શિક્ષણ મંત્રી અને નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદીયાએ જીતુ વાઘાણીને લઈને આજે ટ્વીટ કર્યું છે. ત્યારે આ ટ્વીટનો જવાબ આપતા જીતુ વાઘાણીએ કહ્યું કે, 

સપના જોવાનો બધાને અધિકાર છે પરંતુ એ સપના સાકાર ગુજરાતની જનતા થવા નહીં દે, સર્જીકલ સ્ટ્રાઈકના પુરાવાઓ જેને માંગી દેશની સેના પર શંકા કરી હતી, દેશ વિરોધી લોકો ગુજરાતની જનતાને જણાવે છે, એક બાજુ પાકિસ્તાન પુરાવાઓ માંગે અને બીજી બાજુ આવા તત્વો પુરાવાઓ માંગતા હોય ત્યારે આવી ગુજરાત વિરોધી માનસિકતા ચલાવી ના લેવાય, રાજકીય રોટલા શેકવા માટે આ પ્રકારની વાતો કરવામાં આવતી હોય છે. 

અઘરુ નિવેદન કરીને લોકોને ગેરમાર્ગે દોરવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. તેમ કહી જીતુ વાઘાણીએ આપ પાર્ટી અને મનીષ સિસોદીયાએ કરેલા ટ્વીટનો જવાબ મીડીયા સમક્ષ આપ્યો હતો. તેવું તેમને મીડીયા સમક્ષ જણાવ્યું હતું.

મનીષ સિસોદીયાએ ટ્વીટ કરતા કહ્યું કે, ગઈ કાલે ગુજરાતના શિક્ષણ પ્રધાને ગુજરાતના લોકોને ધમકી આપી છે. જેને સારી શિક્ષા જોઈએ તે દિલ્હી જતા રહે.
ગુજરાતમાં ભાજપ સરકારે 27 વર્ષમાં સારું શિક્ષણ નથી આપ્યું, ગુજરાતના લોકોને ગુજરાત છોડી જવાની જરૂર નથી, આપ ગુજરાતમાં સરકાર બનાવશે અને ગુજરાતમાં જ દિલ્હી જેવું જ શિક્ષણ આપશે.

Follow Me:

Related Posts